Thu,14 November 2024,11:25 pm
Print
header

અમેરિકાના કેન્સાસ સિટીમાં ફાયરિંગ થતા બે લોકોનાં મોત, આવી ઘટનાઓથી બાયડેન પ્રશાસન લાચાર બન્યું

વોંશિગ્ટનઃ અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગોળીબારની વારંવારની ઘટનાઓને લઈને બાઇડેન વહીવટીતંત્ર લાચાર લાગે છે. ગયા વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમ છતાં આવી ઘટનાઓ અટકતી નથી. અમેરિકામાં ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે.

અમેરિકામાં શુક્રવારે રાત્રે ગોળીબારની ઘટનામાં બે લોકોનાં મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. જો કે આ ઘટના અંગે વિગતવાર માહિતી બહાર આવી શકી નથી. પૂર્વ કેન્સાસ સિટીમાં એક રેસ્ટોરન્ટ નજીક રાત્રે 9 વાગ્યાની આસપાસ એક અધિકારીએ મદદ માટે બોલાવ્યાં બાદ ગોળીબાર થયો હતો.

જીવ ગુમાવનારાઓમાં એક મહિલાનો પણ સમાવેશ

આ ઘટનામાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું હતું, જ્યારે ત્રીજા વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસ અધિકારીને કોઈ ઈજા થઈ નથી.

વર્જીનિયામાં ગોળીબારની મોટી ઘટના બની હતી

હાલમાં જ વર્જીનિયામાં પણ ગોળીબારની મોટી ઘટના બની હતી. વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે હાઈસ્કૂલના પદવીદાન સમારોહ બાદ થયેલા ગોળીબારમાં સાત લોકોને ગોળી વાગી હતી. ગોળીબારના સંબંધમાં બે શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch