Sat,21 September 2024,3:04 am
Print
header

અમેરિકાએ G-20 સમિટને દરેક રીતે સફળ ગણાવી, નવી દિલ્હી ઘોષણામાં યુક્રેન યુદ્ધ અંગે કહી આ વાત

વોશિંગ્ટનઃ ભારતની અધ્યક્ષતામાં યોજાયેલ G-20 લીડર્સ સમિટ રવિવારે દિલ્હીમાં ખૂબ જ ઉત્સાહ સાથે પૂર્ણ થઈ છે. આ ભવ્ય મેગા ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ભારત અને પીએમ નરેન્દ્ર મોદીની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે.હવે અમેરિકાએ પણ તેને સંપૂર્ણ રીતે સફળ ગણાવી છે. સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના સત્તાવાર પ્રવક્તા મેથ્યુ મિલરે મીડિયાને કહ્યું કે અમે સંપૂર્ણ રીતે માનીએ છીએ કે આ એક સફળતા હતી. G-20 એક મોટી સંસ્થા છે. રશિયા G-20નું સભ્ય છે. ચીન G-20નું સભ્ય છે. અમેરિકન પ્રવક્તાને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે શું G-20 સમિટ સફળ રહી હતી ? જવાબમાં મિલરે G-20 સમિટને સંપૂર્ણ સફળ ગણાવી હતી.

મેથ્યુ મિલરને નવી દિલ્હીમાં રશિયાની ગેરહાજરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ 'એવા સભ્યો છે જેઓ વિવિધ મંતવ્યો ધરાવે છે. અને આ યુક્રેન પર રશિયાના આક્રમણના મૂળમાં છે.

G-20 દેશોએ શનિવારે નવી દિલ્હીમાં લીડરના ઘોષણાપત્રમાં યુક્રેનમાં યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે 'પરમાણુ હથિયારોનો ઉપયોગ અથવા ઉપયોગ કરવાની ધમકી અસ્વીકાર્ય છે.રશિયાનો ઉલ્લેખ કર્યાં વિના, G-20 સભ્ય દેશોએ બાલી ઘોષણા યાદ કરી અને રેખાંકિત કર્યું કે તમામ રાજ્યોએ યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતો અનુસાર કાર્ય કરવું જોઈએ. આ સાથે યુક્રેનમાં શાંતિ માટે હાકલ કરવામાં આવી હતી અને સભ્ય દેશોને 'પ્રદેશો પર કબ્જો કરવાના જોખમથી દૂર રહેવાનું' યાદ અપાવવામાં આવ્યું હતું.

નવી દિલ્હી ઘોષણા એ પુષ્ટિ આપે છે કે G-20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટે એક મુખ્ય મંચ છે. સભ્ય દેશોએ સ્વીકાર્યું કે G-20 ભૌગોલિક રાજકીય અને સુરક્ષા મુદ્દાઓ માટેનું મંચ નથી. આ મુદ્દાઓ વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરી શકે છે. આ પ્રથમ વખત હતું જ્યારે G-20 સમિટનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતની પરંપરાઓ અને શક્તિઓને રજૂ કરવા માટે ઘણી તૈયારી કરવામાં આવી હતી. તેના G-20 પ્રમુખપદ દરમિયાન, ભારતે વિવિધ મુદ્દાઓ જેમ કે સર્વસમાવેશક વૃદ્ધિ, ડિજિટલ નવીનતા, આબોહવા સ્થિતિસ્થાપકતા અને સમાન વૈશ્વિક આરોગ્ય ઍક્સેસને પ્રકાશિત કર્યા છે.ગયા વર્ષે ઇન્ડોનેશિયા G-20 નું પ્રમુખપદ સંભાળ્યું હતું, હવે ભારત પછી બ્રાઝિલ તેની અધ્યક્ષતા કરશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch