Fri,15 November 2024,4:49 am
Print
header

અમેરિકામાં ગોળીબાર, કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે થયેલા ફાયરિંગમાં 7 લોકોને વાગી ગોળી, 2 લોકોનાં મોત

વર્જીનિયાઃઅમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સતત બની રહી છે. તાજેતરનો કિસ્સો અમેરિકા અને વર્જીનિયામાં બન્યો છે. વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે હાઈસ્કૂલના પદવીદાન સમારોહ બાદ થયેલા ગોળીબારમાં 7 લોકોને ગોળી વાગી હતી. જેમાં 2 લોકોનાં મોત થયા છે, પોલીસ અને શાળા પ્રશાસનના અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર આ દરમિયાન 3ની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ગોળીબારના સંબંધમાં બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે.પોલીસ અધિકારી રિક એડવર્ડ્સે જણાવ્યું હતું કે વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક બંદૂકની ગોળીબારની ઘટના બાદ બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી.

થિયેટરની અંદર ગોળીબારનો અવાજ સંભળાયો

થિયેટરની અંદરના લોકોને સાંજે 5.15 વાગ્યાની આસપાસ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. પોલીસ અધિકારી એડવર્ડ્સે જણાવ્યું કે ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને જે લોકોને ગોળી વાગી હતી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા.પોલીસે હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની ઓળખ જાહેર કરી નથી.

કેલિફોર્નિયામાં રવિવારે પણ ફાયરિંગની ઘટના બની હતી

આ પહેલા કેલિફોર્નિયાના સનીવેલ શહેરમાં ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રવિવારે બની હતી, જ્યારે શંકાસ્પદ વ્યક્તિએ પરિવારની કાર પર ગોળી ચલાવી હતી. પોલીસ વડા બિલ વેગાસે જણાવ્યું કે ગોળીબારનો ભોગ બનેલા ત્રણ બાળકો સહિત ચાર ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. ચીફ વેગાસના જણાવ્યાં મુજબ, સદનસીબે કોઈ પણ બાળકોને જીવલેણ ઈજાઓ થઈ નથીસનીવેલ સાન ફ્રાન્સિસ્કોથી લગભગ 65 કિ.મી દૂર સ્થિત છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch