Fri,15 November 2024,7:50 am
Print
header

પોર્નસ્ટારને ચુકવણીનો કેસ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કોર્ટમાં થશે હાજર

ન્યૂયોર્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કાયદાકીય ગાળિયો કસવામાં આવી રહ્યો છે.તેઓ મંગળવારે મેનહટન કોર્ટમાં હાજર થાય તેવી સંભાવના છે. ગયા સપ્તાહે મેનહટ્ટન ગ્રાન્ડ જ્યુરી કોર્ટે તેમના પર એડલ્ટ સ્ટારને ગુપ્ત રીતે ચૂકવણી કરવાનો આરોપ મૂક્યો હતો. આરોપ છે કે ટ્રમ્પે 2016ના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવ્યાં હતા. ટ્રમ્પ અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેમને ગુનાહિત સુનાવણીનો સામનો કરવો પડ્યો છે.

ટ્રમ્પની હાજરી પહેલા કોર્ટ હાઉસની બહાર તેમજ ટ્રમ્પ ટાવરની આસપાસ પણ સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. બેરિકેડ તેમજ કાંટાળા તારની જગ્યાએ લગાવવામાં આવ્યાં છે.ન્યૂયોર્કના મેયર એડમ્સે ચેતવણી આપી હતી કે, ટ્રમ્પના ઐતિહાસિક આરોપના સમયે હિંસક વિરોધ કરનારની ધરપકડ થઈ શકે છે. આ સાથે જ ટ્રમ્પના વકીલ જો ટોકીનાએ કહ્યું કે, આ તમામ હવામાં છે. ટ્રમ્પ લડત માટે કમર કસી રહ્યાં છે અને તેમની સામેના આરોપો પર નિર્દોષતા સાબિત કરશે.

76 વર્ષીય ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું હતું કે હું સોમવારે બપોરે 12 વાગ્યે માર-એ-લાગોથી ન્યૂયોર્ક જવા રવાના થઈશ  માનો કે ન માનો, હું મંગળવારે સવારે કોર્ટમાં જઈશ.આ સુનાવણી દરમિયાન ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હોય તેવા તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ છે. જો કે ટ્રમ્પે એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા આપવાના આરોપોને નકારી કાઢ્યા છે.  

ટ્રમ્પ મંગળવારે બપોરે 2.15 વાગ્યે (ભારતીય સમય પ્રમાણે બપોરે 11.45 વાગ્યે) જજ જુઆન મર્ચન્ટ સમક્ષ હાજર થશે.જો કે ટ્રમ્પના વકીલોનું કહેવું છે કે તેમના અસીલને દોષિત ઠેરવવામાં નહીં આવે. કોર્ટમાં હાજર થયા બાદ ટ્રમ્પ ફ્લોરિડા પરત ફરશે,જ્યાં તેઓ મંગળવારે રાત્રે પોતાના નિવાસસ્થાને જનતાને સંબોધિત કરશે.  

ટ્રમ્પ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલી રકમને લઈને વિવાદમાં સપડાયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં ધરપકડથી બચવા માટે ટ્રમ્પ આત્મસમર્પણ પણ કરી શકે છે.  

કયા કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફસાયા છે ? 

ડોનાલ્ડ ટ્રમ્પ હાલ જે કેસમાં ફસાયેલા છે તે 2016માં રાષ્ટ્રપતિ બન્યાના થોડા સમય પહેલાનો છે. આરોપ છે કે ટ્રમ્પે એડલ્ટ સ્ટારને 1.30 લાખ ડોલરનું મોં બંધ રાખવા અને તેમની સાથે અફેરને સાર્વજનિક ન કરવા માટે ચૂકવ્યાં હતા. એડલ્ટ સ્ટાર સ્ટોર્મીએ આરોપ લગાવ્યો છે કે, નેવાડામાં એક સેલિબ્રિટી ગોલ્ફ ટૂર્નામેન્ટ દરમિયાન ટ્રમ્પે તેને પોતાની હોટલના રૂમમાં આમંત્રણ આપ્યું હતું અને તેને ટીવી સ્ટાર બનાવવાનું વચન આપ્યું હતું. 

અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીના એક મહિના પહેલાં ઓક્ટોબર 2016માં રાષ્ટ્રપતિ ટ્રમ્પના તત્કાલીન વકીલ માઇકલ કોહેને એડલ્ટ સ્ટાર સ્ટોર્મીને આ જંગી રકમ ચૂકવી હતી.અત્યાર સુધી બધું બરાબર હતું અને તે કાયદાકીય રીતે કોઈ ગુનાની શ્રેણીમાં આવતું ન હતું, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વકીલ કોહેનને ચૂકવણી કરી તો તેને તેમની કાયદાકીય ફી તરીકે બતાવવામાં આવી. તેને દસ્તાવેજી હેરાફેરીનો કેસ માનવામાં આવી રહ્યો છે તે ન્યૂયોર્કમાં એક મોટો ગુનો છે. ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને કબૂલ્યું છે કે તેમણે ટ્રમ્પના ઇશારે આ ગુનો કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch