Thu,14 November 2024,11:22 pm
Print
header

અમેરિકાના ઈતિહાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, ટ્રમ્પની સંસ્થામાંથી મળી આવેલી ફાઈલોમાં મોટા રહસ્યો ખુલ્યાં

વોંશિગ્ટનઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંસ્થા માર-એ-લાગોમાંથી મળી આવેલી ફાઈલોમાં અમેરિકાના ઈતિહાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેને કારણે સમગ્ર અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પના ચાલી રહેલા મહાભિયોગ દરમિયાન તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ પેન્ટાગોન સાથે સૈન્ય કાર્યવાહી સંબંધિત વર્ગીકૃત નકશા શેર કર્યાં હતા. સાથે પેન્ટાગોનને હુમલાની યોજના પણ જણાવવામાં આવી હતી. એજન્સીઓને આશ્ચર્ય થયું છે કે ટ્રમ્પે માર-એ-લાગો ખાતે બોક્સમાં આટલા બધા ગુપ્ત દસ્તાવેજો કેવી રીતે રાખ્યા, જેમાં પરમાણુ શસ્ત્રો અને લશ્કરી યોજનાઓ પરના દસ્તાવેજો હતા.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના ફેડરલ આરોપો દર્શાવે છે કે તેમણે દેશના પરમાણુ રહસ્યો વિશેની માહિતી સંગ્રહિત કરી હતી અને વિદેશી હુમલા સામે બદલો લેવાની યોજના પણ બનાવી હતી. ટ્રમ્પે માર-એ-લાગો ખાતે બોક્સની અંદર દસ્તાવેજો રાખ્યા હતા, ફેડરલ એજન્ટોએ ઉનાળામાં માર-એ-લાગો પર દરોડા પાડ્યાં પછી ટ્રમ્પની ટીમ સાથેની વાતચીતમાં સરકારી દસ્તાવેજો પરત કરવાની માંગ કરવામાં આવી હતી.

અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને વિદેશી સંબંધો દાવ પર છે

આરોપ મુજબ સામગ્રીમાં યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો, યુનાઇટેડ સ્ટેટ્સ સૈન્યની સુરક્ષા અને માનવ સ્ત્રોતોની ગુપ્ત માહિતી હતી. ખાનગી ક્લબ માર-એ-લાગો વેસ્ટ પામ બીચ પાસે તેમના ઘર પાસે છે. એસોસિએટેડ પ્રેસના જણાવ્યાં અનુસાર આરોપ છે કે ટ્રમ્પે પેન્ટાગોનને હુમલાનો પ્લાન જણાવ્યો હતો, લશ્કરી કામગીરી સંબંધિત વર્ગીકૃત નકશા શેર કર્યાં હતા. ટ્રમ્પના શાસન વખતે ચીન અને અમેરિકાના સંબંધો ખરાબ હતા. ત્યારે જ ટ્રમ્પે કોઇ દુશ્મન દેશ પર હુમલાની યોજના બનાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch