Thu,14 November 2024,12:14 pm
Print
header

Us: અંધાધૂંધ ફાયરિંગથી જ્યોર્જિયા હચમચી ગયું, એક મહિલા સહિત 4 લોકોનાં મોત

અમેરિકાઃ જ્યોર્જિયાના એટલાન્ટામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. આ ઘટનાનને અંજામ આપીને હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.જો કે પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ આન્દ્રે લોંગમોર તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે આ હુમલામાં ત્રણ પુરુષો અને એક મહિલાનું મોત થયું છે.

હેમ્પટન પોલીસ ચીફ જેમ્સ ટર્નરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 40 વર્ષીય આન્દ્રે લોંગમોરની ધરપકડ કરવામાં આવી છે. આ ગોળીબાર અંદાજે 9 હજાર લોકોની વસ્તીવાળા શહેર હેમ્પટનમાં થયો હતો. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. લોંગમોર હેમ્પટનનો રહેવાસી છે, પરંતુ તેણે આ ઘટનાને શા માટે અંજામ આપ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. ફાયરિંગ બાદ આરોપી  ફરાર થઇ ગયો હતો. આરોપીઓને પકડવા માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

અમેરિકામાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. તાજેતરના સમયમાં આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યાં છે, જેમાં અમેરિકાના જુદા જુદા ભાગોમાં ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. લગભગ 11 દિવસ પહેલા ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા કાઉન્ટી (પ્રાંત)માં આવી જ ઘટના બની હતી. જેમાં 8 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 4 લોકોનાં મોત થયા છે. ઘાયલોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીએ શા માટે ફાયરિંગ કર્યું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch