Sat,16 November 2024,10:35 am
Print
header

અમેરિકા રશિયા પાસેથી ગેસ અને તેલ નહીં ખરીદે, બાઇડેને કહ્યું- અમારે પણ પ્રતિબંધોની કિંમત ચૂકવવી પડશે- Gujarat Post

વોશિંગ્ટનઃ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીને લઈને અમેરિકા હજુ પણ પ્રતિબંધના મોડમાં જોવા મળી રહ્યું છે. યુએસ પ્રમુખ જો બાઇડેને મંગળવારે રશિયા પર કેટલાક નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી. તેમનો દેશ રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત નહીં કરે. તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધથી રશિયાની અર્થવ્યવસ્થા પર અસર પડશે.ઘણા દેશો અત્યારે આ પગલાં લઈ શકતા નથી. રશિયા પરના પ્રતિબંધોની કિંમત આપણે પણ ચૂકવવી પડશે.તેની અસર અમેરિકા પર પણ પડશે. 

જો બાઇડેને કહ્યું કે ઘણી કંપનીઓએ રશિયામાં તેમનું કામકાજ બંધ કરી દીધું છે. પ્રતિબંધોને કારણે રશિયાની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અમે યુક્રેનના શરણાર્થીઓની જવાબદારી લઈશું. બ્રિટિશ સરકારે જાહેરાત કરી છે કે 2022 સુધી એટલે કે આ વર્ષના અંત સુધીમાં રશિયાથી તેલની આયાત બંધ કરી દેવામાં આવશે. બીબીસી ના અહેવાલ મુજબ, યુકે સરકારે કહ્યું છે કે બજારને રશિયન આયાતના વિકલ્પો શોધવા માટે પૂરતો સમય આપવામાં આવશે. 

આ પહેલા જર્મનીના નાણામંત્રીએ પણ રશિયા પાસેથી તેલની આયાતને લઈને નિવેદન આપ્યું હતું. જર્મનીના નાણામંત્રીએ કહ્યું હતું કે અમેરિકાએ તેમને ખાતરી આપી છે કે તેઓ જર્મનીને રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિબંધ લાદવાનું કહેશે નહીં. જો બાઇડેને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ઘણા દેશો રશિયાથી તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધ જેવા કડક પગલાં લેવાની સ્થિતિમાં નથી. અમેરિકા તેલ-ગેસની આયાત રોકવા માટે અન્ય દેશો પર દબાણ નહીં કરે.

યુક્રેન પર રશિયાના હુમલા બાદથી અમેરિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. અમેરિકાએ રશિયાની બેંકોને ફ્રીઝ કરવાની સાથે રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવી દીધા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રશિયા સામે તેમની સેના નહીં મોકલે. પરંતુ યુક્રેનને શસ્ત્રોની સપ્લાય કરવાનું ચાલુ રાખશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch