Sat,21 September 2024,5:58 am
Print
header

અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં ભારતીય પરિવારના ત્રણ સભ્યોની મળી લાશ, શરીર પર ગોળીના નિશાન

ન્યૂયોર્ક: અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં એક ભારતીય દંપતી અને તેમનો છ વર્ષનો પુત્ર મૃત હાલતમાં મળી આવ્યાં છે. એવી આશંકા છે કે વ્યક્તિએ તેની પત્ની અને બાળકની હત્યા કર્યાં બાદ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસ જણાવ્યું હતું કે તેમને બાલ્ટીમોર કાઉન્ટીના એક ઘરમાં મૂળ કર્ણાટકના ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યાં હતા, તેમના શરીર પર ગોળીઓના નિશાન હતા.

પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ યોગેશ એચ નાગરાજપ્પા (ઉ.વ-37), પ્રતિભા વાય અમરનાથ (ઉ.વ-37) અને યશ હોનલ (ઉ.વ-6) તરીકે થઈ છે. બાલ્ટીમોર કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં નાગરાજપ્પાએ બંનેની હત્યા કર્યાં પછી આત્મહત્યા કરી હતી.

પોલીસે જણાવ્યું કે પરિવારના સભ્યો છેલ્લીવાર મંગળવારે સાંજે જીવિત જોવા મળ્યાં હતા. મુખ્ય તબીબી અધિકારીની કચેરી દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યાં બાદ મૃત્યુંનું કારણ બહાર આવશે. બાલ્ટીમોર કાઉન્ટીના એક્ઝિક્યુટિવ જોની એલેઝેવસ્કીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ભયાનક કૃત્યમાં નિર્દોષ પીડિતોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. અમે આ દુ:ખદ ઘટના બાદ પરિવાર અને સમૂદાયના સભ્યોને શક્ય તમામ મદદ કરીશું. પોલીસે કહ્યું કે પીડિતોને તેમની આસપાસના લોકોથી કોઇ જોખમ ન હતું.

પરિવારે જણાવ્યું કે યોગેશ છેલ્લા 9 વર્ષથી યુએસમાં રહેતો હતો. તે અને તેની પત્ની બંને ત્યાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. યોગેશના પિતરાઈ ભાઈ એમ.આર.સંતોષે કહ્યું કે યોગેશ અને પ્રતિભાના લગ્ન સુખી હતા. જો કે તેઓએ આ પગલું શા માટે ભર્યું તેનું કારણ અમને ખબર નથી. અમે મૃતદેહોને ભારત પરત લાવવા માટે ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો છે. તેઓએ અમને ખાતરી આપી છે કે તેઓ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch