Fri,15 November 2024,5:56 pm
Print
header

અમેરિકા: ઉત્તર કેરોલિના રાજ્યના રેલેમાં થયો ગોળીબાર, 5 લોકોનાં મોત- Gujarat Post

વોશિંગ્ટનઃ અમેરિકાના નોર્થ કેરોલિના રેલેમાં એક રહેણાંક વિસ્તારમાં ગોળીબારની ઘટનામાં પોલીસ અધિકારી સહિત પાંચ લોકોનાં મોત થઇ ગયા છે. રેલેના મેયર મેરી-એન બાલ્ડવિને પત્રકારોને જણાવ્યું કે ગુરુવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ન્યુસ રિવર ગ્રીનવે પર કેટલાક લોકોને ગોળી મારવામાં આવી હતી. હેડિંગહામમાં પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જે બન્યું તેની વિગતો ગુરુવારે મોડી સાંજ સુધી જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ હવે થોડી માહિતી સામે આવી રહી છે.

રાજ્યપાલ રોય કૂપરે એક ટ્વીટમાં લખ્યું છે કે સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે શૂટરને રોકવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે અમે કામ કરી રહ્યાં છે. પોલીસે આ વિસ્તારના અનેક રસ્તાઓને બ્લોક કરી દીધા છે. હેડિંગહામ ન્યૂસ રિવર ગ્રીનવે ટ્રેઇલની પર્વતમાળામાં આવેલું છે અને રેલેથી લગભગ 9 માઇલ (14 કિલોમીટર) દૂર છે.

અમેરિકામાં ગોળીબાર સામાન્ય વાત બની ગઈ છે. આ પહેલા 9 ઓક્ટોબરના રોજ નોર્થ-સાઉથ કૈરોલિનામાં એક ઘરમાં ગોળીબાર થયો હતો. હવે આ ઘટનામાં 5 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોળીબારમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતાં, એક ઇજાગ્રસ્ત વ્યક્તિએ હોસ્પિટલ લઈ જતાં તેને રસ્તામાં જ દમ તોડી દીધો હતો. ઇનમાન દક્ષિણ કેરોલિનાના કોલંબિયાથી ઉત્તર પશ્ચિમમાં લગભગ 160 કિલોમીટર દૂર છે.આ ઘટનાની આગલી રાત્રે ફ્લોરિડાના ટેમ્પામાં ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch