Sat,16 November 2024,1:00 am
Print
header

હવે અમેરિકાએ પણ મોહમ્મદ પયંગબર સાહેબ પરની ટિપ્પણીની કરી નિંદા- Gujarat Post

વોશિંગ્ટનઃ મોહમ્મદ પયંગબર સાહેબ પરની ટિપ્પણી સામે વાંધો ઉઠાવનારા દેશોમાં અમેરિકા પણ સામેલ થઈ ગયું છે. યુએસએ 'ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓના નિવેદનની નિંદા કરી છે. સાથે જ તેમણે આ મામલે ભાજપની કાર્યવાહીની પ્રશંસા કરી છે. આ પહેલા પણ ઘણા અરબ દેશો વિરોધ નોંધાવી ચૂક્યા છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું કે ભાજપના બે નેતાઓ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીની અમે નિંદા કરીએ છીએ અને અમને તે જોઈને આનંદ થાય છે કે પાર્ટીએ જાહેરમાં તે નિવેદનોની નિંદા કરી છે. અમે નિયમિતપણે ભારત સરકાર સાથે ધર્મ અથવા આસ્થાની સ્વતંત્રતા સહિતના માનવાધિકારના મુદ્દાઓ પર જોડાઈએ છીએ, અમે ભારતને માનવાધિકારો માટે તેમનું સન્માન વધારવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ," 

શું હતી ઘટના 

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ 26 મેના રોજ મોહમ્મદ પયગંબર સાહેબ વિશે ટિપ્પણી કરી હતી. તેમને એક ટીવી ડિબેટમાં કહ્યું હતું કે ઇસ્લામિક ધાર્મિક પુસ્તકોમાં કેટલીક વસ્તુઓ એવી છે કે લોકો મજાક ઉડાવી શકે છે. ઘણા ઇસ્લામિક દેશોએ આ વિવાદાસ્પદ નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમાં ઘણા એવા દેશ હતા જેમના ભારત સાથેના સંબંધો નજીકના છે. બાંગ્લાદેશમાં દેખાવકારોએ વડાપ્રધાન શેખ હસીના પાસેથી ઔપચારિક નિંદાની માંગ કરી હતી.

અમેરિકા પહેલા કતાર, ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, પાકિસ્તાન સહિત ઘણા ઈસ્લામિક દેશોએ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે. નુપૂર શર્મા ભારતમાં પોલીસ કાર્યવાહીનો પણ સામનો કરી રહ્યાં છે. તેમની સામે અનેક FIR નોંધવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch