Thu,14 November 2024,10:53 pm
Print
header

અમેરિકામાં સ્વતંત્રતા દિવસ પહેલા ગોળીબાર, ફિલાડેલ્ફિયામાં 4 લોકોને ગોળી વાગતા મોત

અમેરિકાઃ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ગોળીબારની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં 8 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 4 લોકોનાં મોત થયા છે. ઘાયલોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટના બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ ફાયરિંગની ઘટના પેન્સિલવેનિયા કાઉન્ટી (પ્રાંત) ના ફિલાડેલ્ફિયામાં બની હતી. અહીં એક બંદૂકધારીએ ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. રાજ્ય પોલીસના જણાવ્યાં અનુસાર હુમલાખોરે બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું. અટકાયત કરાયેલો શંકાસ્પદ હેન્ડગન, રાઈફલ અને અનેક મેગેઝીનથી સજ્જ હતો.

ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં દાખલ

જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પણ હુમલાખોર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. હુમલાખોર પાસેથી એક રાઈફલ, એક હેન્ડગન અને મેગેઝીન જપ્ત કર્યાં છે.

યુએસમાં સામૂહિક ગોળીબારની 5 ચોંકાવનારી ઘટનાઓ

1. 18 જુલાઈ 2022 ના રોજ યુએસએના ઇન્ડિયાનામાં ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. સામૂહિક ગોળીબારમાં 10 લોકોને ગોળી વાગી હતી. જેમાંથી 3 લોકોના મોત થયા હતા.

2. 11 જુલાઈ, 2022ના રોજ કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં એક હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત 5 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

3. 4 જુલાઈ 2022 ના રોજ અમેરિકામાં 246મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો.દરમિયાન શિકાગો, ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અચાનક ગોળીબાર શરૂ થયો, જેમાં 6 લોકોનાં મોત થયા હતા. બીજા જ દિવસે 5 જુલાઈએ ઈન્ડિયાનાના બ્રેઈન્ડિયાના ગેરી વિસ્તારમાં ફાયરિંગને કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યાં હતા.

4. 1 જૂન 2022 ના રોજ ઓક્લાહોમાના તુલસામાં એક વ્યક્તિએ હોસ્પિટલની ઇમારતમાં પ્રવેશ કર્યો અને ઝડપથી ફાયરિંગ શરૂ કર્યું. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. ગુનો કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા પણ કરી લીધી હતી.

5. સૌથી ખતરનાક ઘટના 15 મે 2022ના રોજ અમેરિકાના ટેક્સાસમાં સામે આવી હતી. જ્યારે એક 18 વર્ષના છોકરાએ ઉવાલ્ડે શહેરમાં શાળામાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો, જેમાં 19 વિદ્યાર્થીઓ સહિત 23 લોકોના મોત થયા હતા. આ હુમલામાં 3 શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch