Fri,15 November 2024,4:52 am
Print
header

અમેરિકાઃ ટેક્સાસમાં બસ સ્ટોપ પર બેકાબૂ કારે ઉભેલા લોકોને કચડ્યા, 7 લોકોનાં મોત

અમેરિકાઃ ટેક્સાસમાં રવિવારે એક બેકાબૂ કારે બસ સ્ટોપ પર ઉભેલા લોકોને કચડી નાખ્યાં હતા, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોની હાલત ગંભીર છે. આ ઘટના રવિવારે સાંજે સ્થાનિક સમય અનુસાર લગભગ 8.30 વાગ્યે મેક્સિકન સરહદ નજીક બ્રાઉન્સવિલે શહેરમાં બની હતી. પોલીસે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે આ ઘટના જાણી જોઈને કરવામાં આવી હોવાનું જણાય છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. પીડિતોમાં મોટાભાગના વેનેઝુએલાના પુરુષો હતા.

પોલીસ અધિક્ષક માલડોનાડોએ કહ્યું કે અમે સીસીટીવી વીડિયોમાં જોયું કે એક SUV રેન્જ રોવર સામેથી તેજ ગતિએ આવી રહી હતી અને લોકોને કચડીને જતી રહી હતી. ડ્રાઇવરને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ તેનો ડ્રગ્સ અને આલ્કોહોલ ટેસ્ટ પણ ચાલી રહ્યો છે.

યુએસ બોર્ડર પ્રોટેક્શન અધિકારીઓના જણાવ્યાં અનુસાર બ્રાઉન્સવિલે શહેરમાં તાજેતરમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓના આગમનમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે મહિનામાં ઓઝાનમ સેન્ટર એક નાઇટ શેલ્ટર જે 250 લોકોને રાખી શકે છે, તે દિવસમાં 380 લોકોને હેન્ડલ કરી રહ્યું છે.

ટેકસાસમાં છેલ્લા બે દિવસમાં બીજી મોટી ઘટના

ટેક્સાસમાં છેલ્લા બે દિવસમાં આ બીજી મોટી ઘટના છે, એક દિવસ પહેલા જ ટેક્સાસના એક શોપિંગ મોલમાં ગોળીબાર થયો હતો, જેમાં 8 લોકોના મોત થયા હતા. ફાયરિંગમાં 7 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. શંકાસ્પદ વ્યક્તિએ ટેક્સાસમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબાર કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ શૂટરને ઠાર કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch