Fri,15 November 2024,5:54 pm
Print
header

અમેરિકામાં બે જૂના ફાઈટર જેટ ક્રેશ, 6 લોકોનાં મોત- Gujarat Post News

અમેરિકાઃ ટેક્સાસ રાજ્યમાં હવામાં ટકરાયા બાદ બે જૂના ફાઈટર જેટ ક્રેશ થયા છે, આ અકસ્માતમાં 6 લોકોના મોતની આશંકા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન તરફથી મળતી માહિતી મુજબ ટેક્સાસના ડલ્લાસ શહેરમાં એર શો દરમિયાન આ અકસ્માત થયો હતો. ઘટના સ્થળે હાજર પ્રત્યદર્શીએ બંને વિમાનોને અથડાતાં જોયા હતાં. તેમાંથી એક વ્યક્તિએ કહ્યું કે આકાશમાં બે વિમાનો ટકરાયા હતા. હું સંપૂર્ણ આઘાતમાં સરી પડ્યો હતો અને મને વિશ્વાસ ન હતો કે આવું કંઈક થયું છે. હું મારા મિત્ર સાથે એર શોમાં ગયો હતો.આ વિમાન અથડાતાં જ ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કેટલાક લોકો બૂમો પાડી રહ્યાં હતા.

વિમાન દુર્ઘટનાની જાણ થતાં ઇમરજન્સી વર્કર્સે તરત જ ક્રેશ સાઇટ પર કામ શરૂ કરી દીધું હતું. કેટલાક વીડિયોમાં વિમાનનો કાટમાળ એક જગ્યાએ પડેલો જોવા મળ્યો હતો સ્ટાફે કાટમાળ હટાવ્યો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને એક નિવેદનમાં જણાવ્યું કે બોઇંગ બી -17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ અને એક બેલ પી-63 કિંગકોબ્રા બપોરે 1:20 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) અથડાઇને ક્રેશ થયા હતા. આ અથડામણ ડલાસ શો પર મેમોરિયલ એરફોર્સ વિંગ્સ દરમિયાન થઈ હતી.

બી-17 ચાર એન્જિનનું વિશાળ બોમ્બર છે. જેનો ઉપયોગ અમેરિકી વાયુસેનાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કર્યો હતો. કિંગકોબ્રા એક અમેરિકન ફાઇટર જેટ છે. જેનો ઉપયોગ મોટાભાગે યુદ્ધ દરમિયાન સોવિયત દળો સામે કરવામાં આવતો હતો. બોઇંગ કંપનીના જણાવ્યાં અનુસાર મોટા ભાગના બી-17 વિમાનો બીજા વિશ્વયુદ્ધના અંતે જ રદ કરવામાં આવ્યા હતા. હવે માત્ર કેટલાક જ વિમાન એવા છે જે એર શો કે મ્યુઝિયમમાં બતાવવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch