વોંશિગ્ટનઃ અમેરિકાના અબજોપતિ જ્યોર્જ સોરોસે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપેલા નિવેદન પર હંગામો મચી ગયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી જ્યોર્જ સોરોસના નિશાના પર છે. કોંગ્રેસે સોરોસની પણ નિંદા કરી છે અને કહ્યું છે કે ભારતમાં લોકશાહી પરિવર્તનનો માર્ગ ચૂંટણી પ્રક્રિયા છે. સોરોસ જેવા લોકો અમારા ચૂંટણી પરિણામો નક્કી કરી શકતા નથી.
જ્યોર્જ સોરોસે અદાણી મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમને દાવો કર્યો છે કે અદાણી મુદ્દે ભારતમાં લોકતાંત્રિક પરિવર્તન જરૂરી છે. મોદીને હટાવી દેવા જોઇએ. જો કે આ પહેલીવાર નથી જે સોરોસે મોદી પર નિશાન સાધ્યું હોય. આ પહેલા 2020માં જ્યોર્જે કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં ભારત એક તાનાશાહી દેશ બની જશે.
સોરોસ મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, ભારતનો મામલો રસપ્રદ છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે પરંતુ નરેન્દ્ર મોદી લોકતાંત્રિક નથી. મોદીના મોટા નેતા બનવા પાછળનું મુખ્ય કારણ મુસ્લિમો વિરુદ્ધની જોરદાર હિંસા છે. તેમને કહ્યું કે ભારત ક્વાડનો સભ્ય છે, જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાનનો સમાવેશ થાય છે. આમ છતાં ભારત રશિયા પાસેથી મોટા ડિસ્કાઉન્ટમાં તેલ ખરીદી રહ્યું છે અને નફો રળી રહ્યું છે.
અદાણી અને મોદીના મુદ્દા પર કહી આ વાત
જ્યોર્જે કહ્યું કે હિન્ડેનબર્ગ રિસર્ચના દાવા બાદ ગૌતમ અદાણીના સામ્રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. મોદી અને અદાણી એકબીજાના સહયોગીઓ છે. અદાણીએ શેરબજારમાંથી ફંડ એકઠું કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. તેમના પર શેર બજારના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે તેમ છંતા મોદી આ સમગ્ર મામલે મૌન છે, પરંતુ વિદેશી રોકાણકારો અને સંસદમાં વિપક્ષના સવાલોના જવાબ આપવા પડશે. હું આશા રાખું છું કે ભારતમાં લોકતાંત્રિક પરિવર્તન આવશે.
જોરોસે અગાઉ 2020 માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આવા જ નિવેદનો આપ્યાં હતા.તેમણે કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં ભારત સરમુખત્યારશાહી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) નો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો
સ્મૃતિ ઈરાનીનો વળતો જવાબ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી ટિપ્પણી બદલ અમેરિકાના અબજોપતિ જ્યોર્જ સોરોસ પર વળતો પ્રહાર કર્યો છે, સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભારતીય લોકતાંત્રિક માળખાને વિદેશની ધરતી પરથી હચમચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યોર્જ સોરોસે ભારતની લોકશાહીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે, જે અયોગ્ય છે.
જે માણસે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડને તોડી નાખી હતી, જે માણસનું નામ આર્થિક યુદ્ધના ગુનેગાર તરીકે રાખવામાં આવ્યું છે, તેણે હવે ભારતીય લોકશાહીને તોડવાની જાહેરાત કરી છે.તેમણે વડાપ્રધાન મોદીને તેમના યુદ્ધનો મુખ્ય મુદ્દો બનાવવાની જાહેરાત કરી છે, સ્મૃતિ ઈરાનીએ આ મામલે વિરોધ દર્શાવ્યો છે.
1 અરબ ડોલરના ભંડોળની ઘોષણા
જ્યોર્જ સોરોસ એક એવી સરકાર ઇચ્છે છે જે તેમની નાપાક યોજનાઓને સફળ બનાવવા માટે તેમની જરૂરિયાતો અનુસાર કામ કરે. તેમના નિવેદનોથી સ્પષ્ટ છે કે તેમણે પીએમ મોદી જેવા નેતાઓને ખાસ નિશાન બનાવવા માટે એક અબજ ડોલરથી વધુના ભંડોળની ઘોષણા કરી છે. ભારત વિરોધી કામો માટે હવે ફંડ એકઠું થઇ રહ્યું છે.
એક અવાજમાં જવાબ આપવાનો સમય છે
આજે આપણે જ્યોર્જ સોરોસને સર્વાનુમતે જવાબ આપીએ છીએ, લોકશાહી સંજોગોમાં, લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર અને આપણા વડાપ્રધાન આવા ખોટા ઇરાદાઓ સામે ઝૂકશે નહીં. અમે ભૂતકાળમાં વિદેશી દળોને પરાજિત કર્યાં છે અને ભવિષ્યમાં તેમને હરાવીશું. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આજે એક નાગરિક તરીકે તેઓ દરેક વ્યક્તિ, સંસ્થા અને સમાજને અપીલ કરી રહ્યાં છે. આ માણસની નિંદા કરો જે પોતાના અંગત લાભ માટે ભારતની લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવાનો ઇરાદો ધરાવે છે.
કોંગ્રેસે પણ અરીસો બતાવ્યો હતો
કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ મુદ્દે જ્યોર્જ સોરોસને ઠપકો આપ્યો છે. વડાપ્રધાન સાથે સંકળાયેલા અદાણી કૌભાંડથી ભારતમાં લોકશાહીને નુકસાન છે કે નહીં તે સંપૂર્ણપણે કોંગ્રેસ, વિપક્ષ અને અમારી ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર છે. તેને જ્યોર્જ સોરોસ સાથે કોઈ લેવાદેવા નથી.
કોણ છે જ્યોર્જ સોરોસ ?
જ્યોર્જ સોરોસનો જન્મ 12 ઓગસ્ટ, 1930ના રોજ હંગેરીના બુડાપેસ્ટમાં થયો હતો. તે પોતાની જાતને ફિલોસોફર અને સામાજિક કાર્યકર તરીકે પણ બતાવે છે. જો કે તેમના પર દુનિયાના ઘણા દેશોના રાજકારણ અને સમાજને પ્રભાવિત કરવા માટે એજન્ડા ચલાવવાનો આરોપ સતત લાગી રહ્યો છે. 2020માં સોરોસે નરેન્દ્ર મોદી,પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાના ખતરનાક તાનાશાહ ગણાવ્યાં હતા.
ટ્રમ્પને ઠગ કહ્યાં હતા અને બુશને હટાવાનો હતો હેતુ
11 નવેમ્બર 2003ના રોજ વોશિંગ્ટન પોસ્ટને આપેલી મુલાકાતમાં સોરોસે જણાવ્યું હતું કે જ્યોર્જ ડબલ્યુ બુશને પ્રમુખપદેથી દૂર કરવા એ તેમના જીવનનો સૌથી મોટો ઉદ્દેશ હતો અને તે તેમના માટે 'જીવન-મરણનો પ્રશ્ન' હતો. જો કોઈ તેને સત્તામાંથી હાંકી કાઢવાની બાંયધરી લે છે. તેઓ તેમની બધી મિલકત આપી દેશે. વર્ષ 2017માં સોરોસે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 'ઠગ' કહ્યાં હતા.તેમનું માનવું હતું કે ટ્રમ્પ ટ્રેડ વોર શરૂ કરવાની તૈયારી કરી રહ્યાં છે અને તે દેશનેે બરબાદ કરી નાખશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37