Fri,01 November 2024,11:01 am
Print
header

ગુજરાતમાં ગૃહમંત્રી શાહનો પ્રચંડ પ્રચાર, કહ્યું 2002 પછી તોફાનીઓને સબક શિખવી નાખ્યો.

તમારો એક મત ગુજરાતને સલામત અને સમૃદ્ધ બનાવશે

મહેસાણાઃ કોંગ્રેસ પર પ્રહારો કરતા શાહે કહ્યું કે કોંગ્રેસીઓએ જાતિ-જાતિ વચ્ચે લડાવવાનું કામ કર્યું છે, જયારે નરેન્દ્ર મોદી સીએમ બન્યાં પછી ગુજરાતમાં એકતા બનાવી અને વિકાસ કર્યો. તેમણે કહ્યું ગુજરાતની ચૂંટણી ભાજપને મજબૂત કરવાની ચૂંટણી છે. હવે મોદી પીએમ છે અને ગુજરાતના વિકાસનું તેઓ જાતે જ ધ્યાન રાખી રહ્યાં છે. 

ગૃહમંત્રી શાહે કહ્યું કે તમારો એક મત ગુજરાતને સલામત અને સમૃદ્ધ બનાવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને આજે ગુજરાતમાં તાબડતોબ રેલીઓ અને સભાઓ કરે છે. મહેસાણાના નુગરમાં ગૃહમંત્રી અમિત શાહની ચૂંટણી સભા યોજાઇ હતી. આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યાં હતા. 

બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરી રહેલા ગૃહમંત્રી શાહે કહ્યું કે શક્તિપીઠ ગુજરાતના નાગરિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. સાથે જ તેમણે ભારે બહુમતીથી ભાજપને વિજયી બનાવવા માટે લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે નર્મદા યોજના, ગુજરાતમાં 2002ના રમખાણો અને કાશ્મીરમાંથી હટાવેલી કલમ 370 સહિત ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરીને આકરા પ્રહારો કર્યાં. 

શાહે કહ્યું કે તમારો એક મત ગુજરાતને સલામત અને સમૃદ્ધ બનાવશે. કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસીઓએ જાતિ-જાતિ વચ્ચે લડાવવાનું કામ કર્યું છે, જ્યારે અમે વિકાસની રાજનીતિ કરી છે.

નર્મદા યોજના અંગે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા શાહે કહ્યું, એક સમયે પાણીના સ્તર ખૂબ જ નીચા જતા રહ્યાં હતા. ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા મોદીએ દૂર કરી. કોંગ્રેસે નર્મદા યોજનાને ખોરંભે ચઢાવી દીધી હતી. નરેન્દ્ર મોદીએ ઉપવાસ કરીને નર્મદા યોજનાની મંજૂરી મેળવી હતી. કોંગ્રેસના શાસનમાં મહેસાણાને ડાર્ક ઝોનમાં મૂકી દેવાયું હતુ. કોંગ્રેસે ક્યારેય ઉત્તર ગુજરાતની ચિંતા નથી કરી, નર્મદા યોજનાથી ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યાનો નિકાલ થયો. તેમણે કહ્યું, નર્મદાનું પાણી માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાન અને મહારાષ્ટ્રને પણ મળ્યું. ભાજપે 150 નવા તળાવો ખોદાવી પાણી પહોંચાડ્યું, 1560 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાનું પાણી પહોંચાડ્યું. કોંગ્રેસે મહેસાણાના ખેડૂતને માર માર્યો હતો, મોદીએ વડાપ્રધાન બનતાની સાથે જ નર્મદા યોજનાને વેગ આપ્યો હતો. 

રમખાણો વિશે કોંગ્રેસ પર પ્રહારો કરતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં દરરોજ રમખાણો થતા, ભાજપે રામખાણ કરનારાઓને પાઠ ભણાવ્યાં, 2002 પછી એકેય રમખાણો નથી થયા. ભાજપે ગુજરાતમાંથી કર્ફ્યૂને દેશવટો આપ્યો. ભાજપે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં રોડ-રસ્તાનો વિકાસ કર્યો, પશુપાલકોને દૂધના ઊંચા ભાવ આપવાની ભાજપે શરૂઆત કરી. 

આ સિવાય તેમણે કહ્યું, ભાજપે કોઈ ડર વિના કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, કોંગ્રેસે વોટ બેન્કના ડરથી 370 હટાવી ન હતી. 370 કલમના કારણે દેશમાં આતંકવાદ વધ્યો હતો. મોદીએ કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડી દીધું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch