Mon,18 November 2024,3:16 am
Print
header

જો કોરોનાના નિયમનો ભંગ કર્યો છે તો.. તમારા ઘર આગળ મોકલાશે ગધેડા..

સાવરકુંડલાઃ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. દરમિયાન કેટલાક શહેરો અને ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યાં છે. સાવરકુંડલાના જાબાળ ગામે ગ્રામ પંચાયતે કોરોનાનું સંક્રમણ રોકવા અનોખો નિર્ણય કર્યો છે.

મળતી વિગતો પ્રમાણે પંચાયત દ્વારા ઢોલ વગાડીને લોકોને કોરોના અંગે સાવચેત કરાયા છે. માસ્ક પહેરવાના કાયદાનો ભંગ કરનારને 1000 રૂપિયાના દંડનો નિર્ણય કરાયો છે. કોવિડના નિયમોનો ભંગ કરનારના ઘર નજીક ગદર્ભ (ગધેડાઓ)નું ટોળું મોકલીને તેને શરમાવીને ભાન કરાવવામાં આવશે. આ અંગે ગામના સરપંચ ભુપેન્દ્રભાઈના કહેવા મુજબ, લોકો કોરોનાને હળવાશથી ન લે અને ગામમાં સંક્રમણ ફેલાતું અટકે તે માટે આ નિર્ણય કરાયો છે.

બુધવારે રાજ્યમાં પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. ગઈકાલે કોરોના વાયરસના 3575  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના  સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90 ટકા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch