(પ્રતિકાત્મક તસવીર)
અમરેલીઃ રાજ્ય સરકાર ભલે બહેન-દીકરીઓ સલામત હોવાના દાવા કરતી હોય પરંતુ વાસ્તવિકતા કઈં અલગ જ છે. ગુજરાતમાં રોજબરોજ હેવાનિયતની હદો વટાવતા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સ્ત્રીઓનું માન-સમ્માન અને ઇજ્જતને લઇને મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. લાઠીના છભાડિયા ગામે રહેતી એક યુવતીને કેટલાક યુવકો કોઈ જગ્યાએ લઈ ગયા હતા અને તેને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી.પોતાની સાથે બનેલી ઘટના અન્ય લોકોને ન કહેવા માટે દુષ્કર્મ આચરનારા શખ્સોએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે કારણે યુવતી ગભરાઈ જઈ સતત દુષ્કર્મનો શિકાર બનતી રહી. જો કે યુવતીએ પોતાના પર થતા અત્યાચારની પીડા સહન ન થતા અંતે પોલીસને હકીકત જણાવી હતી. છભાડિયા ગામે રહેતી અને મજૂરી કામ કરતી 22 વર્ષીય યુવતીએ વિવેક મનસુખભાઇ બગડા, વિજય હરીભાઇ બગડા, વિજય નરશીભાઇ મેવાડા, મનીષ ભગવાનભાઇ બગડા તથા ચીરાગ રમેશભાઇ મેવાડા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપીઓ ધાક ધમકી આપીને બળજબરીપૂર્વક અલગ અલગ લઈ ગયા હતા, મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ નરાધમોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલમાં પોલીસે ગુનો નોંધીને આ કેસની વધુ તપાસ શરૂ કરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યા, પીડિતોના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી | 2024-11-17 09:31:46
ત્રણ દેશોના પ્રવાસ વચ્ચે નાઈજીરિયા પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00