Sun,17 November 2024,12:11 am
Print
header

અમરેલીઃ ખાખબાઈ ગામે આશ્રમની જમીન મુદ્દે સાધ્વીની હત્યા, સેવા પૂજા કરતાં યુવકે જ ઢાળી દીધું ઢીમ

રાજુલાઃ અમરેલી જિલ્લામાં સાધ્વીની હત્યા કરી દેવાઇ છે, રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ નજીક આવેલા ઓમ નારાયણ આશ્રમના આ સાધ્વીની હત્યા કરવામાં આવી છે. સમગ્ર પંથકમાં માતાજી તરીકે ઓળખાતા સાધ્વી રેખાબેન (ઉ.વ. 45)ની હત્યાને લઈને પોલીસ દોડતી થઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગામ લોકો દોડી ગયા હતા.

ખાખબાઈ ગામે રહેતા મધુબેન ભાવેશભાઈ મકવાણા (ઉ.વ. 60)એ ગારિયાધાર તાલુકાના વેળાવદરના અરવિંદભાઈ ઉર્ફે નકાભાઈ ગોબરભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે રેખાબેન ખાખબાઈ ગામ બહાર આવેલા ચામુંડા આશ્રમમાં સાધ્વી તરીકે જીવન જીવતા હતા. આશ્રમની સેવા પૂજાનુ કામ કરતાં અરવિંદભાઇ ઉર્ફે નકાભાઇ ગોબરભાઇ ડાભીને જગ્યા જોઇતી હતી. રેખાબેન આ આશ્રમ વાળી જગ્યા નકાભાઇને આપવાની ના પાડી હતી. નકાભાઇ અને રેખાબેન વચ્ચે દિવાળી પહેલા આશ્રમની જગ્યા બાબતે માથાકુટ થઈ હતી. જે બાબતનું મન દુ:ખ રાખી નકાભાઇએ તા.૨૧/૧૧/૨૦૨૧ના રોજ સાંજના સાતેક વાગ્યે આશ્રમમાં રેખાબેન દૂધ દોહતા હતા, ત્યારે તેમના શરીર પર તીક્ષ્ણ હથિયાર થી તૂટી પડ્યો હતો. જેમાં તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch