Sun,17 November 2024,4:19 pm
Print
header

અમરેલીઃ ભુરખીયા ગામનો યુવક લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, 8 લોકો સામે પોલીસ ફરિયાદ

અમરેલીઃ લાઠી તાલુકાના ભુરખીયા ગામનો યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે યુવાને 1.75 લાખ તથા દાગીના મળીને કુલ બે લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરીને યુવતીના યુવક સાથે લગ્ન કરાવવામાં આવ્યાં હતા. જેને લઈને લાલજીભાઈ શામજીભાઈ સગર (ઉ.વ.31)એ હાલ દામનગરમાં રહેતા કનુભાઈ ગુજરાતી, લૂંટેરી દુલ્હન ચેતના, ભગાભાઈ, મનુભાઈ, ભરતભાઈ પટેલ, રાહુલ, સંદીપ તથા એક અજાણી મહિલા મળીને કુલ આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ  તમામ આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી, ઠગાઇ કરવાના ઇરાદે બોગસ આધારકાર્ડ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી ચેતનાએ ખોટું નામ ધારણ કર્યુ હતું.

ચેતનાના લગ્ન થઇ ગયેલા હોવા છતા તેના લગ્ન લાલજીભાઈ સાથે કરાવવાની લાલચ આપી લગ્ન કરાવવાના રૂ.1.75 લાખ પડાવી લીધા હતા. જે બાદ ચેતનાએ તેની સાથે ફુલહારથી લગ્ન કરીને તેને ચડાવેલા સોના-ચાંદીના દાગીના રૂ.31 હજાર પોતાની સાથે લઇ ફરાર થઇ ગયા હતા.જેને લઈ છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch