Sun,17 November 2024,2:16 pm
Print
header

સાવરકુંડલાઃ બાઢડા ગામ પાસે ભયાનક અકસ્માત, ટ્રક ચાલકે 9 લોકોને કચડી નાખ્યાં

સાવરકુંડલાઃ અમરેલી જિલ્લામાં આડેધર દોડતા વાહનોને કારણે ગમખ્વાર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. સાવરકુંડલાના બાઢડા ગામ નજીક એક ટ્રક ઝુંપડપટ્ટીમાં ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના કમકમાટીભર્યા મોત થઇ ગયા છે, 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મધરાતે 3 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો.ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોને સહાયની જાહેરાત કરી છે.

ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યાં હતા,ઈજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગોજારા અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.  ઘટનાની જાણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટવીટ કરીને લખ્યું કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલશે, પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ. આ સાથે અન્ય ટ્વીટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાયની પણ જાહેરાત કરી છે. કહ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર 4 લાખની સહાય આપશે. 

હોટલ દત પાસે અકસ્માત કરનાર ડ્રાઈવરનું નામ પ્રવિણ હોવાનું જાણવા મળ્યું છે. GJ18-H-9168 નંબરની ટ્રકે અકસ્માત સર્જ્યો હતો.અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવરની હાલ તો પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch