Mon,18 November 2024,5:56 am
Print
header

અમદાવાદમાં AMTS, BRTS બંધ થતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો પરેશાન, તંત્રના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો

(ફાઈલ ફોટો) 

અમદાવાદઃ શહેરમાં કોરોના બેકાબૂ થતાં AMTS અને BRTS સેવા પણ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી સૂચના ન અપાય ત્યાં સુધી AMTS અને BRTS ની બસ સેવા બંધ રહેશે. જેને પગલે આ બસોમાં મુસાફરી કરતા લોકોએ  મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં બીઆરએટીએસ, એએમટીએસમાં મુસાફરી કરતાં લોકો રિક્ષામાં ડબલ ભાડું આપીને પોતાના નિર્ધારીત સ્થાને પહોંચી રહ્યાં છે. બસ સેવા બંધ થતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે. વિદ્યાર્થીઓના કહેવા મુજબ પહેલા જાણ થઈ હોતનો સમયે પરીક્ષા સ્થળે પહોચી શક્યા હોત. ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે જવામાં મુશ્કેલી આવી છે.

નાગરિકોના કહેવા મુજબ ચૂંટણી ટાણે કોરોનાના નિયમોનો નેતાઓએ ઉલાળ્યો કર્યો હતો અને હવે અમારે ભોગવવાનો વારો આવ્યો છે. નેતાઓએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નેવે મૂક્યા હતા હવે જો અમે માસ્ક સહેજ પણ નીચું પહેરીઓ તો દંડ ફટકારવામાં આવે છે. આવા બેવડા ધોરણ કેમ ?

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને 90 દિવસ બાદ 1122 કેસ નોંધાયા હતા. બુધવારે સુરતમાં સૌથી વધુ 345 અને અમદાવાદમાં 271 કેસ નોંધાયા હતા. ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા હતા 775 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch