Sun,17 November 2024,6:53 pm
Print
header

સ્પષ્ટતા, અમૂલ દૂધના ભાવવધારા પાછળ અપાયું આ કારણ

પેકેજીંગ કોસ્ટ, ટ્રાન્સપોર્ટેશન, એનર્જી કોસ્ટમાં એક રૂપિયાનો વધારો થયો, અન્ય એક રૂપિયો પશુપાલકોને  આપવામાં આવશેઃ એમ એ સોઢી, એમડી અમૂલ

આણંદઃ તાજેતરમાં અમૂલ દ્વારા પ્રતિ લિટર દૂધના ભાવમાં રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો હતો. જેને લઇને મોંઘવારીનો બમણો માર લોકોને પડ્યો છે. ફરીથી લોકોનું બજેટ ખોરવાતા સ્થાનિક સ્તરે દૂધમાં ભાવ વઘારાનો વિરોધ થયો હતો. પ્રતિ લિટર 2 રૂપિયાના ભાવ વધારાને લઇને અમૂલના એમડી એમ એસ સોઢીએ બે રૂપિયા ભાવ વધારાને લઇને નિવેદન આપ્યું છે. જેમાં તેમણે પ્રોક્ડકશનની વધતી જતી કિંમતનું કારણ બતાવ્યું છે.

અમૂલના એમડી સોઢીએ જણાવ્યું કે છેલ્લાં દોઢ વર્ષથી અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો નહોતો પરંતુ હવે વધતી મોંઘવારી અને પ્રોડ્કશન કોસ્ટને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવો પડ્યો છે. જેમાં બે રૂપિયા પૈકી 35 પૈસા પેકેજીંગ કોસ્ટમાં, 35 પૈસા ટ્રાન્સપોર્ટેશન અને 30 પૈસા એનર્જી કોસ્ટમાં વધ્યા છે અન્ય એક રૂપિયો પશુપાલકોને આપવામાં આવશે. આમ 2 રુપિયાનો ભાવ વઘારો થવા પાછળ વધતી મોંઘવારી જવાબદાર છે. ડીઝલનો ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ બન્યું છે. ભાજપ સરકારમાં મોંઘવારી વધતા તેની અસર દૂધના ભાવ પર પણ અસર પડી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch