Sun,17 November 2024,6:15 pm
Print
header

મોંઘવારીનો માર, અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, આવતીકાલથી થશે લાગુ

આણંદઃ પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવની વચ્ચે હવે જનતા પર વધુ એક બોઝો પડ્યો છે. અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારા કર્યો છે. અમૂલ ડેરીએ પ્રતિ લિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આ વધારો 1 જુલાઈ એટલે કે આવતીકાલથી લાગુ કરાશે. આવતીકાલથી 500 મીલી દૂધની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. આ ભાવ વધારો અમૂલના તમામ દૂધમાં થયો છે. અમૂલ ગોલ્ડ પ્રતિલિટર રૂ.58માં તથા અમૂલ તાજા પ્રતિ લિટર રૂ.46 તથા અમૂલ શક્તિ પ્રતિ લિટર રૂ.52માં ગ્રાહકને મળશે. અમૂલ ગોલ્ડ 500 મીલીનો ભાવ પહેલા 28 રૂપિયા હતો, હવે 29 રૂપિયે મળશે.

અમૂલ તાજા, શક્તિ, ટી સ્પેશિયલ સહિતની તમામ બ્રાંડના દૂધમાં લિટરે બે રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવ વધારો ગુજરાત, દિલ્હી એનસીઆર, પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં લાગુ કરાશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch