Sat,16 November 2024,2:06 pm
Print
header

ACBના હાથે વધુ એક લાંચિયો ફસાયો, આણંદમાં જાહેર રસ્તા પર જ કોમ્પ્યુટર ડેટા ઓપરેટર લાંચ લેતા ઝડપાયો- Gujarat Post

આણંદઃ ACBના હાથે વધુ એક લાંચિયો ઝડપાયો છે, ફરીયાદી અને તેમના પત્ની બંને વિકલાંગ હોવાથી સરકાર તરફથી મળતી દિવ્યાંગ લગ્ન સહાય માટે ગયા હતા, જરૂરી દસ્તાવેજી આધાર પુરાવા સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી આણંદ ખાતે અરજી કરી હતી. સરકારમાંથી એક દિવ્યાંગ વ્યક્તિને રૂ. 50,000 લેખે બન્નેના રૂ. 1,00,000 ની સહાય મંજૂર કરી આપવા આરોપીએ રૂ. 25,000 ની લાંચ માંગી હતી. 

આરોપી માસુમરાજા ઇકબાલભાઇ વ્હોરાએ ફરીયાદીના બેન્ક ખાતામાંથી પોતાના બેન્ક ખાતામાં રૂ. 2,000 જમા કરાવ્યાં હતા. કોમ્પ્યુટર ડેટા ઓપરેટર, આઉટ સોર્સ એજન્સીનો કર્મચારી ( બિન વર્ગીકૃત ) જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી આણંદમાં નોકરી કરે છે. બાકીના લાંચના રૂ.23,000 ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો.

ફરીયાદને આધારે બે રાજ્ય સેવક પંચોની હાજરીમાં છટકું ગોઠવીને આરોપીએ ફરીયાદી સાથે પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માંગણી કરી હતી, મસ્તાના બેસ્ટ દાબેલીની દુકાન આગળ જાહેર રસ્તા પર, રેલ્વે સ્ટેશન સામે, આણંદમાં જ લાંચના નાણાં સ્વીકારતા આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી માસુમરાજા ઇકબાલભાઇ વ્હોરાને એસીબીએ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ટ્રેપ કરનાર અધિકારી જે.આઇ.પટેલ, સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર અને એસીબીના અન્ય કર્મચારીઓ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch