Sat,21 September 2024,5:59 am
Print
header

આણંદઃ ACBએ નિવૃત પટાવાળાને લાંચ લેતા ઝડપ્યો, પ્લોટના દસ્તાવેજની સર્ટીફાઇડ નકલો કઢાવવા માંગી હતી લાંચ

આણંદઃ ફરીયાદીએ પોતાના બે પ્લોટનું વેચાણ કર્યું હતું. જે વેચાણ કરેલા પ્લોટના દસ્તાવેજની સર્ટીફાઇડ નકલો કઢાવવા સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે ગયા હતા. આ કામના આરોપી નિવૃત થઈ ગયા બાદ પણ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બેસતા હતા. જેથી તેઓને મળીને વાત કરતા આરોપી ભાઇલાલભાઇ સોમાભાઇ વસાવા (નિવૃત પટાવાળા), સબ રજીસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, બોરસદમાં પોતાની વગનો ઉપયોગ કરીને દસ્તાવેજની સર્ટીફાઇડ નકલો કઢાવી આપવા માટે રૂ.3,000 ની લાંચની માંગણી કરી હતી.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી આણંદ એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી.ફરીયાદને આધારે એસીબીએ લાંચનું છટકુ ગોઠવીને ફરીયાદી પાસેથી લાંચના નાણાં રૂ. 3,000 સબ રજીસ્ટ્રાર કચેરી, બોરસદમાં સ્વીકારતા ઝડપાઇ ગયા છે. ઉપરોકત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારીઃ એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ

સુપરવિઝન અધિકારીઃ કે.બી.ચૂડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી, અમદાવાદ એકમ, અમદાવાદ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch