Fri,20 September 2024,11:00 pm
Print
header

આણંદમાં ઓપરેશન, રૂ.2 લાખની લાંચ લેતા પોલીસકર્મીઓને ACB ની ટીમે ઝડપી પાડ્યાં

આણંદઃ સરકારી કર્મચારીઓ લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી રહ્યાં છે. આણંદ પોલીસના હેડ કોસ્ટેબલ ધર્મેન્દ્ર ગઢવી અને હેડકોન્સ્ટેબલ રફીક વોરા રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. પ્રોહિબિશનના ગુનામાં આરોપીને બદલે ખોટા  આરોપીને સેટ કરવા માટે લાંચ માગી હતી. છેવટે એન્ટીકરપ્શન બ્યુરોએ બંને પોલીસ કર્મચારીઓને લાંચ લેતા ઝડપી લીધા છે.

ફરીયાદીના મિત્રનું નામ આણંદ ટાઉન પો.સ્ટે.ના પ્રોહી. ગુન્હામાં ખુલેલું અને પકડાયેલા આરોપીને સાથે રાખીને પોલીસકર્મીઓ ફરીયાદીના ગામમાં આવ્યાં હતા. ફરીયાદીએ ગોધરા ખાતે તા. 1/10/2023 ના રોજ ધર્મેન્દ્રકુમાર પરબતસિહ ગઢવી આર્મ હે.કો ડી સ્ટાફ આણંદ ટાઉન પો.સ્ટે. વર્ગ-3 અને રફીકભાઇ ગનીભાઇ વ્હોરા અ.હે.કો ડી સ્ટાફ આણંદ ટાઉન પો.સ્ટે.વર્ગ-3 ને રૂબરુ મળીને વાતચીત કરી હતી. ફરીયાદીના મિત્રને પોલીસમાં હાજર કરવા અને માથા સાટે માથું મુકવા રૂ.2,00,000ની માંગણી કરી હતી. જે ફરીયાદીએ રેકોડીંગ કરીને સી.ડી.રજૂ કરી હતી.

ફરીયાદી લાંચના નાણાં આપવા માગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી આજરોજ લાંચના છટકા દરમિયાન  આરોપી ધર્મેન્દ્રકુમાર પરબતસિહ ગઢવીએ લાંચની રકમ 2 લાખ ફરીયાદી પાસેથી આણંદ ટાઉન પો.સ્ટેશનના કંપાઉન્ડ બહાર સ્વીકારી અને એસીબીએ તેમને ઝડપી લીધા હતા.બંન્ને આરોપીઓએ એકબીજા સાથે મળીને ગુનો કરેલો છે. બંન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારી: આર.બી.પ્રજાપતિ, પો.ઇન્સ.,પંચમહાલ એ.સી.બી.ગોધરા તથા ટીમ

સુપરવિઝન અધિકારીઃ બી.એમ.પટેલ, મદદનીશ નિયામક એ.સી.બી, પંચમહાલ એકમ, ગોઘરા

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch