જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગ જિલ્લામાં બુધવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં વધુ એક સેનાના જવાન શહીદ થયાના સમાચાર સામે આવ્યાં છે. સેનાના આ જવાન ગુરુવારે ઘાયલ થયા હતા અને આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયા હતા. આ પહેલા બુધવારે થયેલી અથડામણમાં સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના કુલ 3 જવાન શહીદ થયા હતા.
શહીદ થયેલા જવાનોમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોંચક અને ડીએસપી હુમાયુ ભટ્ટનો સમાવેશ થાય છે. શહીદ કર્નલ મનપ્રીત સિંહના પાર્થિવ દેહને પંજાબના મોહાલીમાં સ્થિત ભદૌંજિયા ગામમાં લઈ જવામાં આવશે.
અનંતનાગમાં અથડામણ
અનંતનાગમાં અથડામણમાં શહીદ થયેલા જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટના અંતિમ સંસ્કાર ગુરુવારે જ બડગામ જિલ્લામાં કરવામાં આવ્યાં હતા. આ અથડામણમાં 4 જવાન ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે એન્કાઉન્ટર વિસ્તારમાં સ્થાનિક આતંકવાદી ઉઝૈર ખાન અને એક પાકિસ્તાની આતંકવાદીની હાજરીની પુષ્ટિ કરી છે. એવી આશંકા છે કે આ અથડામણ લાંબું ચાલશે અને સુરક્ષા દળોએ અન્ય એક આતંકવાદીને ઠાર કર્યાંના સમાચાર છે.
મેજરના પાર્થિવ દેહને તેમના પૈતૃક ઘરે લાવવામાં આવ્યો
બુધવારે થયેલી અથડામણમાં શહીદ થયેલા જવાનોના મૃતદેહને તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યાં છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.દરમિયાન શહીદ મેજર આશિષ ધોંચકના પાર્થિવ દેહને પાણીપતના તેમના વતન બિંજોલ લઈ જવામાં આવ્યાં છે. મેજર ધોંચકનો પરિવાર પાણીપતના સેક્ટર- 7માં રહે છે, જ્યારે તેમનું પૈતૃક ગામ બિંજોલ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કર્યાં તો માંગ ઉઠી કે ઊંઝા એપીએમસીની ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારીઓ અને પાર્ટીના ગદ્દારોને હટાવો | 2024-11-10 21:53:40
પાટીલનો પાવર ઉતારવાનો છે...કહેનારા માવજી પટેલને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ | 2024-11-10 17:59:37
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
અમદાવાદ તોડકાંડમા પોલીસકર્મી સસ્પેન્ડ, વિયેતનામથી આવેલા મુસાફરોનો કર્યો હતો 400 ડોલરનો તોડ, 3 દારૂની બોટલો પણ લઇ લીધી હતી | 2024-11-10 17:23:25
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખુને સમોસા ન મળ્યાં ! CID ને સોંપી દેવામાં આવી તપાસ | 2024-11-08 17:45:09
સ્વ.પ્રમોદ મહાજનની હત્યા એક મોટું કાવતરું હતું, પુત્રી પૂનમ મહાજનના દાવાથી ખળભળાટ- Gujarat Post | 2024-11-08 10:43:08
ક્રાઈમ પેટ્રોલ એક્ટરે 35 વર્ષની વયે કરી આત્મહત્યા, પરિવાર આઘાતમાં | 2024-11-08 09:24:56
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ પાછળ ઈરાનનો હાથ, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કર્યો મોટો દાવો | 2024-11-09 09:18:57