નવી દિલ્હીઃ આંદામાન- નિકોબાર ટાપુઓમાં તૈનાત સિનિયર આઈએએસ અધિકારી જીતેન્દ્ર નારાયણને સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 21 વર્ષીય યુવતીએ પૂર્વ મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ પર ગેંગરેપનો આરોપ લગાવ્યાં બાદ તેની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને સોંપવામાં આવી છે. આ યુવતીને સરકારી નોકરી અપાવવાના બહાને મુખ્ય સચિવના ઘરે બોલાવવામાં આવી હતી અને અહીં અધિકારીઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
જીતેન્દ્ર નારાયણ 1990 બેચના આઈએએસ અધિકારી
પોર્ટ બ્લેરના ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ પર પોલીસે આ યુવતીની ફરિયાદ નોંધી હતી. આરોપ મૂકવામાં આવ્યો હતો કે 1990 બેચના ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી અને તત્કાલીન મુખ્ય સચિવ, શ્રમ આયુક્ત આર એલ ઋષિ અને અન્ય લોકો દ્વારા તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો, આ ગુનામાં એક પોલીસ અધિકારી અને એક હોટલ માલિકનું પણ નામ છે.
આ અંગે એબરડીન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, સિનિયર પોલીસ અધિક્ષકની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નારાયણ સામે તપાસ કરી રહી છે. નારાયણ હાલમાં દિલ્હી નાણાં પંચના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર હતા.જો કે સરકારે હવે તેમને હટાવી દીધા છે.
નોકરી અપાવવાના નામે ગેંગરેપ
યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તે નોકરી માટે બંને અધિકારીઓને મળવા ગઈ હતી, અને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તેના પિતા અને સાવકી માતા તેની આર્થિક જરૂરિયાતો પૂરી કરી શકતા ન હોવાથી તેને નોકરીની જરૂર હતી, એક લેબર કમિશનરે તેનો પરિચય કરાવ્યો હતો. પીડિતાએ દાવો કર્યો છે કે મુખ્ય સચિવે કોઈ પણ ઇન્ટરવ્યૂં વિના ફક્ત ભલામણને આધારે ટાપુમાં અનેક લોકોની નિમણૂંક કરી છે.
ગત 21 ઓગસ્ટના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે 14 એપ્રિલ અને 1 મે ના દિવસે તેના પર બનેલી બળાત્કારની ઘટનાઓની સંપૂર્ણ વિગતો આપી હતી, પુરાવા તરીકે તત્કાલીન મુખ્ય સચિવના નિવાસસ્થાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સાચવવા વિનંતી કરી હતી. મહિલાએ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ 164 હેઠળ પોતાનું નિવેદન નોંધ્યું છે. આ કલમ હેઠળ જો આક્ષેપો ખોટા સાબિત થાય તો નિવેદન નોંધાવનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
મુખ્ય સચિવે ટૂંક સમયમાં જ સરકારી નોકરી અપાવવાનું વચન આપ્યું હતું
પીડિતાએ પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે 14 એપ્રિલે રાત્રે 9 વાગ્યે તેને આઈએએસ અધિકારીના નિવાસસ્થાને લઈ જવામાં આવી હતી. તત્કાલીન મુખ્ય સચિવ આઈએએસ અધિકારી જીતેન્દ્ર નારાયણે મને કોઈપણ વિભાગમાં વહેલી તકે સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું, આ સંદર્ભમાં નવી માહિતી મેળવવા માટે મને શ્રી રિશીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેઓએ તેને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં બંનેએ તેની સાથે નિર્દયતાથી ગેંગરેપ કર્યો હતો. તત્કાલીન મુખ્ય સચિવે ધમકી પણ આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેને અને તેના પરિવારને ખતમ કરી દેવાશે. મહિલાને 1 મેના રોજ ફરીથી મુખ્ય સચિવના નિવાસસ્થાને લઈ જવામાં આવી હતી, જ્યાં અધિકારીએ તેના પર ફરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32