Mon,18 November 2024,11:00 am
Print
header

આંધ્ર પ્રદેશમાં અંધશ્રદ્ધામાં માતાપિતાએ હત્યા કરી તે પહેલા દીકરીએ fecebook પોસ્ટમાં શું શેર કર્યું હતું?

ત્રણ દિવસ પહેલા અંધશ્રદ્ધામાં માતાપિતાએ બે દીકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી

હૈદરાબાદ: આંધ્રપ્રદેશમાં ત્રણ દિવસ પહેલા અંધશ્રદ્ધાનો એક બનાવ સામે આવ્યો હતો, પુરુષોત્તમ અને પદ્મજા નામના યુગલે પોતાની બે દીકરીઓની હત્યા કરી નાખી હતી. ધાર્મિકવિધિ દરમિયાન બંનેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એક દીકરીની જૂની ફેસબુક પોસ્ટ સામે આવી છે. મોટી દીકરીએ બનાવ પહેલા કરેલી ફેસબુક પોસ્ટ જાણે આવું કંઈક બનશે તેવો નિર્દેશ કરે છે.

આ બનાવ પહેલા પુરુષોત્તમ અને પદ્મજાની મોટી દીકરી અલેખ્યાએ ફેસબુક પર લખ્યું હતું કે, "કામ પૂર્ણ થઈ ગયું છે." બીજી પોસ્ટમાં લખ્યું છે કે, "શિવા આવી રહ્યાં છે." તે શંકર ભગવાનની પૂજા કરતી હતી. માતા પિતાની જેમ તે પણ ધર્મ-ભક્તિમાં વધારે લીન રહેતી હતી. અલેખ્યા જ્યારે ઘરે એકલી હોય ત્યારે તે તેના પાલતું શ્વાસ સાથે રમતી હતી. હત્યા પહેલા આ શ્વાનને પણ બહાર મૂકી દેવામાં આવ્યો હતો. રસ્તા પર એક લીંબુ પણ ફેંકવામાં આવ્યું હતું. 

અલેખ્યાને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હોવાનું સામે આવ્યું છે. તેણે ફેસબુક પર પણ આ વાત લખી હતી. તે મોટાભાગે મહાભારત વાંચતી હતી.તેના મિત્રોનું કહેવું છે કે તેને મહાભારતના તમામ પ્રસંગોને સારી રીતે વર્ણવી શકતી હતી. એક ફેસબુક પોસ્ટમાં અલેખ્યાએ લખ્યું છે કે, "કોઈ પાસે પ્રેમની માંગણી કરવી એ પૈસા માંગવા કરતા પણ ખરાબ છે."

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ અલેખ્યાની નજર રહેતી હતી.આ અંગે તે પોસ્ટ પણ કરતી હતી. નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપવામાં આવી તે પોસ્ટ પણ અલેખ્યાએ ફેસબુક પર શેર કરી હતી. 

બનાવ શું હતો ?

આંધ્ર પ્રદેશના ચિત્તોર જિલ્લામાં માતાપિતા એ તેમની બે અપરિણીત દીકરીઓની હત્યા કરી નાખી છે.અંધશ્રદ્ધાને કારણે માતાપિતા એ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ બનાવ શિવાનગર ગામ ખાતે બન્યો હતો. યુગલે રવિવારે રાત્રે કોઈ ધાર્મિક વિધિ કરતી સમયે બંને દીકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેમનું માનવું હતું કે તેઓ ફરીથી સાથે રહી શકે તે માટે દીકરીઓને મારી નાખી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપી મહિલા એટલે કે બંને દીકરીઓની માતા ધાર્મિકવિધિ, કર્મકાંડમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. ઉપરાંત આરોપી પિતા સરકારી વિમેન્સ કૉલેજમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.

પોલીસના કહેવા પ્રમાણે આરોપી એન પુરુષોત્તમ નાયડૂ મડનપાલ્લે ગવર્નમેન્ટ વિમેન્સ ડિગ્રી કૉલેજમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. નાયડૂની પત્ની પદ્મજા એક ખાનગી એજ્યુકેશનલ સંસ્થામાં કોરસ્પોન્ડન્ટ અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. પુરુષોત્તમ અને પદ્મજાને અલેખ્યા (ઉં.વ. 24) અને સાઇદિવ્યા (ઉં.વ. 22) નામની બે દીકરી હતી. જેમાંથી મોટી દીકરી ભોપાલ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી હતી. નાની દીકરીએ બીબીએનો અભ્યાસ પૂરો કર્યો હતો એ.આર.રહેમાન મ્યુઝિક એકેડેમી ખાતે તાલીમ લઈ રહી હતી. 

તમામ લોકો ગયા વર્ષે જ શિવાનગર ખાતે નવા બનાવેલા ઘરમાં રહેવા માટે આવ્યાં હતા. ગામના લોકોનું કહેવું છે કે પરિવાર અવારનવાર તેમના ઘરે પૂજા રાખતો હતો.  એટલું જ નહીં, રવિવારે રાત્રે ખાસ પૂજા કરતા હતા. માતાપિતાએ સૌથી પહેલા નાની દીકરીને ત્રિશૂલ મારીને મારી નાખી હતી. જે બાદ મોટી દીકરીને ડમ્બેલ મારીને મોતને ઘાટ ઉતારી હતી. આ દરમિયાન તેના મોઢામાં તાંબાની નાની વાટકી રાખવામાં આવી હતી.હાલમાં આ બનાવની પોલીસ તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch