Sat,16 November 2024,4:14 am
Print
header

આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે તોફાન, તંત્ર એલર્ટ- Gujarat Post

આંધ્રપ્રદેશઃ હવામાન વિભાગે આંધ્રપ્રદેશમાં આસાની વાવાઝોડાને લઈને ચેતવણી જાહેર કરી છે. કાકીનાડા જિલ્લાના કેટલાક ભાગોમાં બુધવારે સવારથી વરસાદ પડી રહ્યો છે. IMD અનુસાર ચક્રવાત ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને આગામી કેટલાક કલાકો સુધી આંધ્ર પ્રદેશના કિનારે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. 

કાકીનાડાના થિમ્માપુરમ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટરે કહ્યું કે દરિયા કિનારાનો રસ્તો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. અમે 2 ચેકપોસ્ટ મુકીને ટ્રાફિકને આ દિશામાં જતા અટકાવી રહ્યાં છીએ. અમે એલર્ટ પર છીએ. લોકોને બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી બે દિવસમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં 10 થી 11 મે સુધી અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં 10 થી 12 મે સુધી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે દરિયામાંથી માછીમારોને દરિયાકાંઠે પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.

આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે બંગાળની ખાડી પર આગળ વધી રહેલા અત્યંત ગંભીર ચક્રવાત અસાનીને પહોંચી વળવા માટે તૈયારીઓ થઇ ગઇ છે. નાગરિકોની મદદ માટે બચાવ ટીમો તૈનાત કરવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ આંધ્ર પ્રદેશમાં નવ ટીમો તૈનાત કરી છે, વધુ 7 ટીમોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઓડિશામાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે, 17 ટીમોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં 12 ટીમો તૈનાત કરવામાં આવી છે, પાંચ ટીમો તૈયાર રાખવામાં આવી છે, જરૂર પડશે તો વધારાની ટીમો મદદ કરવા તૈયાર છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે ચક્રવાત 11 મેના બપોર સુધીમાં કાકીનાડ વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં પહોંચવાની ધારણા છે, ત્યારબાદ કાકીનાડ અને વિશાખાપટ્ટનમ (કૃષ્ણ, પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી) તરફ આગળ વધશે. વિશાખાપટ્ટનમ (જિલ્લો) આંધ્ર કાંઠા તરફ આગળ વધી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch