Wed,25 September 2024,2:11 pm
Print
header

વાઈબ્રન્ટમાં અનિલ અંબાણીના નામ પર ચોકડી, રાફેલ વિવાદ નડ્યો

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ની નવમી એડિશન 18થી 20 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાવાની છે. વડા પ્રધાન મોદીની હાજરીમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં દેશના 19 જેટલા ટોચના ઉદ્યોગપતિઓ-ઉદ્યોગ સંચાલકો તથા જાહેર ક્ષેત્રના એકમોના સીઇઓ ઉપસ્થિત રહેશે. પરંતુ આ બધા મહાનુભાવોની વચ્ચે અનિલ અંબાણી નહીં જોવા મળે. રાફેલ વિવાદને પગલે વાઇબ્રન્ટ સમિટમાં અનિલ અંબાણીને બોલાવવામાં આવ્યા નથી. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મૌન સેવી રાખ્યું છે.

આ 19 ઉદ્યોગપતિઓ રહેશે હાજર

(1) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી- મુકેશ અંબાણી 
(2) તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરન 
(3) આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ્ બિરલા 
(4) ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ 
(5) અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 
(6) સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતી 
(7) કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ 
(8) ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા 
(9) ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી 
(10) કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન- સીઇઓ- ઉદય કોટક 
(11) કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી 
(12) આઈટીસીના ચેરમેન સંજીવ પુરી 
(13) ભારતી એન્ટરપ્રાઇસીસના વાઇસ ચેરમેન અને સીઆઇઆઇના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ 
(14) હિન્દુસ્તાન સેનિટરીવેર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સીએમડી તથા ફિક્કીના પ્રેસિડેન્ટ સંદિપ સોમાણી 
(15) વેલસ્પનના ચેરમેન બી.કે. ગોયેન્કા 
(16) એચડીએફસીના ચેરમેન દીપક પારેખ 
(17) એસબીઆઇના ચેરમેન રજનીશકુમાર 
(18) ઓએનજીસીના ચેરમેન શશી શંકર 
(19) આઇઓસીના ચેરમેન સંજીવ સિંહ.

 

રાફેલ વિવાદ અને અનિલ અંબાણી

કોંગ્રેસ રાફેલ મુદ્દે મોદી સરકાર અને અનિલ અંબાણીને સતત ઘેરી રહી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે યુપીએ સરકારે જયારે રાફેલ સોદો કર્યો ત્યારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સનું કોઈ નામોનિશાન નહતું. આ કંપની માર્ચ 2015માં બની હતી. અને લગભગ દોઢ વર્ષ બાદ સપ્ટેમ્બર 2016માં મોદી સરકારે ફ્રાન્સ સાથે રાફેલ વિમાન માટે નવો સોદો કર્યો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ડિસેમ્બર 2017માં મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું હતું કે સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(એચએએલ)ના બદલે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડના પક્ષમાં નિર્ણય લીધો જેને વિમાન બનાવવાનો આ પહેલા કોઈ અનુભવ નથી

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar