Sat,21 September 2024,8:08 am
Print
header

ભારતની અંજુ બની ગઇ ફાતિમા....પાકિસ્તાનમાં જઇને પ્રેમી સાથે કરી લીધા નિકાહ !

નવી દિલ્હીઃ એક તરફ પાકિસ્તાની સીમા હૈદર ભારત આવીને તેના પ્રેમી સચિન સાથે રહે છે અને તેની લવ સ્ટોરી જોરદાર ચર્ચામાં છે. બીજી તરફ ભારતની અંજુ હવે ફાતિમા બની ગઇ છે, તેને પાકિસ્તાનમાં જઇને નિકાહ કરી લીધા હોવાનું સામે આવ્યું છે, તે ફાતિમા બની ગઇ છે અને ઇસ્લામ ધર્મ પણ કબૂલ કરી લીધો હોવાનું સામે આવ્યું છે. તેને નસરુલ્લાહ સાથે નિકાહ કર્યાં છે, જેના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે.

બીજી તરફ તેનો પતિ અરવિંદ કહી રહ્યો છે કે મને અંજુ પર ભરોસો છે, તે મને અને બાળકોને મુકીને ક્યાય જશે નહીં, અંજુના પતિનો આ વિશ્વાસ છે. પરંતુ સત્ય એ છે કે રાજસ્થાનના અલવરની અંજુ હવે પાકિસ્તાનમાં છે. તે સોશિયલ મીડિયાથી નસરુલ્લાહના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ તેને પ્રેમ થઇ જતા પાકિસ્તાન પહોંચી હતી. ખૈબર પખ્તુનવાના દીરબાલામાં તેને નિકાહ કરી લીધા હતા.

સરહદો પારનો પ્રેમ

એક તરફ સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી

બીજી તરફ અંજુ અને નસરુલ્લાહની લવ સ્ટોરી

અંજુના પિતા પણ આ વાત માનવા તૈયાર નથી, પરંતુ સોશિયલ મીડિયામાં તેમની પુત્રીના બીજા લગ્નની વાતો વહી રહી છે અને તેના વીડિયો પણ વાઇરલ થઇ રહ્યાં છે. સાથે જ એક નિકાહનામું સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. તે પહેલા  જયપુર જવાનું કહીને લાહોર પહોંચી ગઇ હતી, તેના પરથી સ્પષ્ટ છે કે તે હવે અરવિંદ સાથે રહેવા માંગતી નથી. જો કે આ સ્ટોરીમાં હજુ અનેક નવા ટ્વીસ્ટ આવી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch