Fri,15 November 2024,6:06 pm
Print
header

CBI નો સપાટો, અંકલેશ્વરમાં લાંચ લેતા ઝડપાયા CGST ના બે અધિકારીઓ- Gujarat Post News

આસિસ્ટન્ટ કમિશનર અને સુપ્રિટેન્ડન્ટ ઝડપાયા 

અંકલેશ્વરઃ છેલ્લા ઘણા સમયથી અધિકારીઓનો ત્રાસ વધી રહ્યો છે, ઘણા કિસ્સાઓમાં વેપારીઓ ટેક્સ ચોરી કરે છે તો ઘણા કિસ્સાઓમાં દમ મારીને અધિકારીઓ પૈસા પડાવી રહ્યાં છે, હવે અંકલેશ્વરમાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીઓ પર સીબીઆઇએ તવાઇ બોલાવી છે, બંનેને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે.

આસિસ્ટન્ટ કમિશનર યશવંત કુમાર માલવિયા, સુપ્રિટેન્ડન્ટ દિનેશ કુમારની ધરપકડ

માલવિયાના ઘરેથી મળ્યાં 1.97 લાખ રૂપિયાની રોકડ મળી 

આ અધિકારીઓ દ્વારા એક ટ્રાન્સપોર્ટર પાસેથી 75 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી હતી, તેમની હેરાનગતિ નહીં કરવાના નામે આ રૂપિયા પડાવવામાં આવ્યાં હતા. ફરિયાદીએ પહેલાથી જ લાંચનું છટકુ ગોઠવ્યું હતુ, તેમને આ મામલે પહેલાથી સીબીઆઇની ટીમને જાણ કરતા આ છટકુ ગોઠવીને બંનેને ઝડપી પાડવામાં આવ્યાં છે.તેમના ઘરે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં થોડી રકમ મળી હોવાનું જાણવા મળ્યું છે.

જો તમારી પાસે પણ આવી રીતે કોઇ લાંચ માંગે છે તો તમે પણ સીબીઆઇ ઓફિસનો સંપર્ક કરીને આવા લોકોને ખુલ્લા પાડી શકો છો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch