Sun,08 September 2024,3:40 pm
Print
header

ધોળે દિવસે લૂંટ, રૂપિયા 3.29 કરોડના સોનાના દાગીનાની સનસનીખેજ લૂંટથી દોડતી થઇ અંકલેશ્વર પોલીસ

અંકલેશ્વરઃ ગોલ્ડ લોન આપતી ખાનગી ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં ધોળે દિવસે લૂંટ મચાવીને આરોપીઓએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે, દિવાળી પહેલા જ અંકલેશ્વરમાં રૂપિયા 3.29 કરોડના દાગીનાની સનસનીખેજ લૂંટ કરવામાં આવી છે. સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે આરોપીએ બંદૂકની અણીએ કંપનીના સ્ટાફને ધમકાવીને લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા છે. ધોળે દિવસે લૂંટારૂ ગેંગે અંદાજે 668 તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી છે. જેની કિંમત 3.29 કરોડ રૂપિયા જેટલી થાય છે. અંકલેશ્વરમાં (Ankleshwar) બજારની વચ્ચે આવેલી ફાઇનાન્સ કંપની ઇન્ડિયા ઇન્ફોલાઇનમાં (India Infoline) 3.29 કરોડ રૂપિયાના સોનાના દાગીની લૂંટ થતા પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી, શહેરના  અનેક રસ્તાઓની નાકાબંધી કરીને ત્રણેય આરોપીઓની શોધખોળ થઇ રહી છે. આસપાસના શહેરોની પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે.

લૂંટની આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ઉભા થઇ રહ્યાં છે, બજારમાં આવીને દિવસે કરોડો રૂપિયાની લૂંટની આ ઘટનાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે. અગાઉ પણ રાજ્યમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બની છે અને હવે દિવાળી પહેલા જ લૂંટારુઓએ વધુ એક લૂંટ ચલાવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch