Sun,17 November 2024,12:30 am
Print
header

ગુજરાતની આશરે 40 ટકા વસ્તી નોન વેજિટેરિયન, આ આંકડો રાજસ્થાન-પંજાબ કરતાં પણ વધારે

(Demo Pic)

અમદાવાદઃ ગુજરાતના શહેરી વિસ્તારોમાં જાહેર માર્ગો પરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. રોજગારી ના મુદ્દાને આગળ ધરીને લારીવાળાઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. આ મુદ્દે  મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખના અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે. વિરોધને ડામવા પ્રદેશ પ્રમુખ પાટીલે સ્પષ્ટતા કરવી પડી કે, ઈંડા-નોનવેજના વેચાણના વિરોધની વાત નથી. જાહેર રસ્તા પર ટ્રાફિકને અવરોધરૂપ લારીઓ દૂર કરાશે.

આ વિરોધ વચ્ચે એક સર્વે સામે આવ્યો છે. જેમાં ગુજરાતની આશરે 40 ટકા વસ્તી ઈંડા-નોનવેજ ખાતી હોવાનું સામે આવ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, આ આંકડો રાજસ્થાન તથા પંજાબ કરતાં પણ વધારે છે. ગુજરાતમાં મહિલાઓ કરતા પુરુષો વધારે નોન વેજિટેરિયન છે.સરકારી અધિકારીઓના કહેવા મુજબ રાજ્યમાં 38 ટકા મહિલાઓ નોન-વેજિટેરિયન છે. રાજસ્થાન કરતાં નોન વેજિટેરિયનની સંખ્યા 55 ટકા વધુ છે. રાજસ્થાનમાં માત્ર 25.1 ટકા લોકો જ નોન વેજિટેરિયન છે.આ ડેટા 2014ના સેમ્પલ સર્વેના છે, આજે સંખ્યામાં મોટો વધારો થયો હોઈ શકે છે.

આજની યુવા પેઢી નાત-જાતમાં માનતી નથી અને નોન વેજિટેરિયન ફૂડ બિંદાસપણે આરોગે છે. ગુજરાતમાં ઘણા સંપ્રદાયે આજે પણ ડુંગળી-લસણ ખાવાનું વર્જિત માને છે તેમ છંતા રાજ્યમાં નોન વેજ ફૂડનું ચલણ વધી રહ્યું છે. રાજ્યમાં ઈંડાનુ પ્રોડક્શન પણ વધી રહ્યું છે. 2019-20માં રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ ઈંડાનું પ્રોડક્શન થયું હતું. સોશિયો ઈકોનોમિક સર્વે મુજબ 2019-20 માં રાજ્યમાં 192 કરોડ ઈંડાનું પ્રોડક્શન થયું હતું, 2018-19માં તે 185 કરોડ હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch