Thu,14 November 2024,12:07 pm
Print
header

વધુ એક ઠગ ઝડપાયો, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નામે અધિકારીઓ સામે જમાવતો હતો રૌફ

ગીર સોમનાથઃ ગુજરાતમાં હવે એક પછી એક ઠગ ઝડપાઇ રહ્યાં છે, વધુ એક ઠગને ઝડપી પાડવામાં આવ્યો છે. ગીર સોમનાથ એલસીબીએ જગદીશ નંદાણીયા નામના એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે, જે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પીએ હોવાની ઓળખ આપીને લોકોની સામે રૌફ જમાવતો હતો અને લોકોને દમ પણ મારતો હતો.

મંત્રીના પીએના નામે અધિકારીઓને મારતો હતો દમ

એલસીબીએ ઝડપી પાડ્યો વધુ એક ઠગને

અનેક કાંડ આવી શકે છે સામે

આવા ઠગ દેખાય તો તમે પણ કરો પોલીસને જાણ

અનેક લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી

આરોપી સોશિયલ મીડિયામાં હર્ષ સંઘવી સાથેના ફોટો રાખીને લોકોને દમ મારતો હતો. તેના ટ્રુકોલરમાં પોતાનું નામ હર્ષ સંઘવીના પીએ તરીકે લખ્યું હતુ. આરોપીએ ઘણા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફોન કરીને કામો કઢાવ્યાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. હાલમાં જ તેને એસટી વિભાગના ઉચ્ચ અધિકારીને ફોન કરીને કોઇની ભલામણ પણ કરી હતી. પરંતુ હવે તેની પોલ ખુલી ગઇ છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે, તેને શું કાંડ કર્યાં છે તે પણ ટૂંક સમયમાં જ સામે આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch