Fri,15 November 2024,3:50 pm
Print
header

અરુણાચલ પ્રદેશઃ ભારતીય જવાનોએ ચીની સૈનિકોના તોડ્યાં હાડકાં, પીએલએના 600 જવાનોએ ગલવાન જેવો કર્યો હતો હુમલો

અરુણાચલ પ્રદેશઃ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. તેમાં ભારતીય સેનાના 6 સૈનિકો ઘાયલ થયા છે, જ્યારે ચીનના સૈનિકોને આપણા કરતા વધારે નુકસાન થયું છે.તેમના ઘણા સૈનિકોના હાડકાં તૂટી ગયા છે. ઘાયલ ભારતીય સૈનિકોને ગુવાહાટીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

9 ડિસેમ્બરના રોજ 600 ચીની સૈનિકો તવાંગના યંગસ્ટેમાં 17 હજાર ફૂટની ઉંચાઈ પર ભારતીય ચોકીને દૂર કરવા માટે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તેઓ કાંટાળા દંડા અને ઇલેક્ટ્રિક લાકડીઓથી સજ્જ હતા.આ વખતે ભારતીય સેના પણ પૂરી રીતે તૈયાર હતી. આપણી સેનાએ તેમને કાંટાળા દંડાઓથી જવાબ આપ્યો. તેમાં ડઝનેક ચીની સૈનિકોના હાડકાં તૂટી ગયા છે.

ભારતના જવાબી હુમલા બાદ ફ્લેગ મિટિંગ યોજાઈ હતી અને મુદ્દો શાંત થયો હતો. હાલ બંને દેશોની સેનાઓ વિવાદિત સ્થળેથી ખસી ગઇ છે. આ પહેલા 1975માં તવાંગમાં વિવાદ થયો હતો, જ્યારે ભારતના 4 સૈનિકો શહીદ થયા હતા.આ વિસ્તારમાં બંને સેનાઓ પોતાના હિસ્સા પર દાવો કરી રહી છે. આ વિવાદ 2006થી ચાલી રહ્યો છે.

આ પહેલા 15 જૂન 2020ના રોજ લદ્દાખની ગલવાન ઘાટીમાં બંને સેનાઓ વચ્ચે થયેલી અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ચીનના 38 સૈનિકો માર્યાં ગયા હતા. જો કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ માત્ર 4 સૈનિકો માર્યાં ગયા હોવાની વાત સ્વીકારી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch