Fri,15 November 2024,11:12 pm
Print
header

અરવલ્લી અકસ્માત પર CMએ વ્યક્ત કર્યું દુ:ખ, મૃતકોના પરિવારોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય- Gujarat Post

અરવલ્લીઃ અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને માલપુર નજીક ગંભીર અકસ્માત નડતા 7 લોકોનાં મોત થઇ ગયા છે. 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત પર CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમને ટ્વિટ કરીને લખ્યું છે કે 'અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશેે.

અરવલ્લી જિલ્લાના માલપુરના કૃષ્ણાપુર પાસે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા 7 પદયાત્રીઓનાં મોત થયા છે. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થતા માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યાં છે. કલોલનો સંઘ ભાદરવી પૂનમે અંબાજી દર્શને નીકળ્યો હતો.જો કાર પિલ્લર સાથે ન અથડાઈ હોત તો આજે મોતનો આંકડો 20-25 થયો હોત. 7 લોકોનો જીવ લેનારી ઈનોવા કારનો ડ્રાઈવર સતત 20 કલાકથી કાર ચલાવી રહ્યો હતો. તે પુણેથી ઉદયપુર જઈ રહ્યો હતો અને ઊંઘ ન મળતાં અચાનક તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી ટોલ બૂથના પિલ્લર સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ ડ્રાઈવરને પણ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch