Fri,15 November 2024,8:13 am
Print
header

અતિકના પુત્રને બે ગોળી વાગી હતી, એક હ્રદય પર અને બીજી ગળામાં ફસાઈ હતી- Gujarat Post

લખનઉઃ ઝાંસીના પરિચા ડેમ પાસે એન્કાઉન્ટરમાં માર્યાં ગયેલા માફિયા અતિક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું પોસ્ટમોર્ટમ શુક્રવારે રાત્રે 2.30 વાગ્યા સુધી ચાલ્યું હતું. જેમાં 3 ડોક્ટરોની પેનલ સામેલ હતી.પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર માફિયા અતિકના પુત્ર અસદને બે ગોળી વાગી હોવાનું બહાર આવ્યું છે. એક ગોળી પાછળના ભાગેથી પ્રવેશી અને હૃદયને ફાડીને બહાર આવી. બીજી ગોળી ગળામાં ફસાઈ ગઈ હતી.

ડોક્ટરોની ટીમે શરીરની અંદરથી ગોળી બહાર કાઢી હતી. શૂટર ગુલામને માત્ર એક જ ગોળી લાગી, જે તેની પીઠમાં વાગી હતી અને તેનું હૃદય અને છાતી ફાડીને બહાર આવી હતી. 

ડૉ. શૈલેષ ગુપ્તા, ડૉ. નીરજ સિંહ અને ડૉ.રાહુલ પરાશરની પેનલે લગભગ 9 વાગ્યે પોસ્ટમોર્ટમ શરૂ કર્યું. બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં લગભગ 5 કલાક જેટલો સમય લાગ્યો હતો. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. મોડી રાત સુધી ન તો અસદનો પરિવાર ઝાંસી પહોંચ્યો હતો, ન તો ગુલામનો પરિવાર મૃતદેહ લેવા આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખવામાં આવ્યાં હતા.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch