ભારતીય તીરંદાજી સંગઠન અને રમત મંત્રાલયે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં
ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં 53 મેડલ જીત્યાં
નવી દિલ્હીઃ ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે 2026 એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં દેશનો સાતમો ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતે કુલ 53 મેડલ જીત્યા છે.
જ્યોતિ, પ્રીતિકા અને ચિકિતાની ત્રિપુટીએ ફાઇનલમાં તેમના ઉત્તમ શૂટિંગ સાથે ભારત માટે મહત્વપૂર્ણ વિજય મેળવ્યો. ભારતીય ત્રિપુટીએ સતત સચોટ શોટ આપીને વિરોધી ટીમને પાછળ છોડી દીધી. ત્રણેય ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જેનાથી ભારતનો ગોલ્ડ મેડલનો આંક 7 થયો.













