Sat,16 November 2024,5:20 am
Print
header

આસામમાં પૂરનો પ્રકોપ, 2 લાખથી વધુ લોકો થયા અસરગ્રસ્ત- Gujarat Post

આસામઃ ભારે વરસાદ બાદ પૂરે વિકરાળ સ્વરૂપ લેતા તબાહી મચી ગઇ છે, પૂરના કારણે 24 જિલ્લાઓમાંથી 2 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થઇ ગયા છે. આસામના જે ભાગો સૌથી વધુ પ્રભાવિત છે તેમાં ડિબ્રુગઢ, ચરાઇદેવ, કછાર, ધેમાજી, દારંગ અને દિમા હસાઓનો સમાવેશ થાય છે.હવામાન વિભાગે કેરળમાં વરસાદનું એલર્ટ જારી કર્યું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) એ જણાવ્યું કે વરસાદ બાદ ભૂસ્ખલન થતા નુકસાન થયું છે દિમા હસાઓના પહાડી જિલ્લાઓએ રાજ્યના બાકીના વિસ્તાર સાથેનો સંપર્ક ગુમાવ્યો છે. હાફલોંગ તરફના રસ્તાઓ  અને રેલ્વે લાઈનો ખોરવાઇ છે.

જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે ત્યાં પુલો અને રસ્તાઓને મોટું નુકસાન થયું છે, નદીઓ ખતરાના નિશાનથી ઉપરથી વહી રહી છે. અનેક જગ્યાએ ખેતીનો પાક નાશ પામ્યો છે. વરસાદને કારણે અનેક ગામોની હાલત કફોડી બની છે. બચાવ કાર્ય માટે રાહત શિબિરો બનાવવામાં આવી છે, આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો લોકોને મદદ કરી રહ્યાં છે.

કેરળમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, કોઝિકોડ, મલપ્પુરમ, કાસરગોડ અને કન્નુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ છે. અહીંના ઘણા વિસ્તારોમાં પૂરથી લોકોમાં ભય છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch