Fri,15 November 2024,8:16 am
Print
header

કસારી- મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો અસદના મૃતદેહને, દફનવિધીમાં સામેલ ન થઈ શક્યો પિતા અતિક

ઉત્તર પ્રદેેશઃ પોલીસની ચુસ્ત સુરક્ષા વચ્ચે અતિકના પુત્ર અસદને કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો છે. પોલીસે અસદની દફનવિધીમાં નાના અને મૌસા સહિત અસદના 35 નજીકના સંબંધીઓને હાજર રહેવાની મંજૂરી આપી હતી. અસદની માતા શાઇસ્તા પરવીન તેને મળવા આવી શકી ન હતી અને અતિકે અસદની દફનવિધીમાં હાજર રહેવા કોર્ટમાં અરજી કરી હતી અને આજે તેની સુનાવણી થવાની હતી. સંબંધીઓના જણાવ્યાં અનુસાર તેને નવડાવવાની, કફનની વ્યવસ્થા અમે કરી છે. તેને નવડાવ્યાં પછી કબ્રસ્તાનમાં લઈ જઈશું જ્યાં અમે તેની અંતિમવિધી કરીશું. જો તેની માતા અહીં ન હોય, તો તે એક મજબૂરી છે. અમે અસદને ખૂબ જ પ્રેમથી ઉછેર્યો હતો.

અસદના મૃતદેહને અતિકના ઘરમાં રાખવામાં આવ્યો ન હતો, મૃતદેહને સીધો જ કબ્રસ્તાનમાં મોકલી દેવામાં આવ્યો હતો. એક મહિલા અસદના અંતિમ સંસ્કારમાં જવાની જીદ કરી રહી છે. પોલીસે કહ્યું આઈડી બતાવો તો જવા દઇશું. પરંતુ મહિલાએ કહ્યું અંતિમ સંસ્કારમાં આઈડી કોણ જુએ છે. મને તેની અંતિમવિધીમાં જવું છે.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બીજા ગુનેગાર ગુલામના મૃતદેહને પ્રયાગરાજના મહેદોરી કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં પણ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુરુવારે બપોરે અતિક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામ યુપી એસટીએફ સાથેના એન્કાઉન્ટરમાં માર્યાં ગયા હતા. ઉમેશ પાલ હત્યા કેસમાં બંને વોન્ટેડ ગુનેગાર હતા,જેના પર યુપી પોલીસે 5-5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ઉમેશ પાલ 2005 માં રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. 

જેલમાં બંધ ગેંંગસ્ટર અતિક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન અસદનો મૃતદેહ જોવા પહોંચી શકી ન હતી. તેની શરણાગતિની પણ ચર્ચા છે. શાઇસ્તા પર 50 હજાર રૂપિયાનું ઇનામ છે. પોલીસે શાઇસ્તાની ધરપકડની તૈયારીઓ કરી લીધી છે. તેના પર નજર રાખવા માટે મહિલા પોલીસકર્મીઓ સાદા કપડામાં તૈનાત છે. બીજી તરફ અતિક અહેમદે પોલીસને આપેલા નિવેદનમાં કબૂલ્યું છે કે તેણે જ ઉમેશ પાલની હત્યાનું જેલમાંથી કાવતરું ઘડ્યું હતું.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch