Fri,15 November 2024,7:52 am
Print
header

ગેંગસ્ટર અતિકના પુત્રના એન્કાઉન્ટર પર મુખ્યમંત્રી યોગીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

ઉત્તર પ્રદેશઃ ઉમેશ પાલ હત્યા કેસમાં ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કાયદો વ્યવસ્થા અંગે બેઠક બોલાવી છે. તેમણે અધિકારીઓના વખાણ કર્યાં હતા. સીએમ યોગીએ યુપી એસટીએફની સાથે ડીજીપી, સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર અને આખી ટીમની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે અગ્ર સચિવ ગૃહ સંજય પ્રસાદે મુખ્યમંત્રીને એન્કાઉન્ટરની જાણકારી આપી હતી. આ સમગ્ર મામલે સીએમ સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો. 

જે કોઈ ગુનો કરશે તે બચશે નહીં

ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, યુપી એસટીએફ, ઉમેશ પાલ એડવોકેટ અને પોલીસ કર્મચારીઓના હત્યારાઓના આવું જ મોત મળવું જોઇએ. હું એસટીએફની ટીમને અભિનંદન આપું છું. જે કોઈ ગુનો કરશે તે બચશે નહીં, તેને ફાંસી આપવામાં આવશે અને જો તે પોલીસનો સામનો કરશે, તો પોલીસે જવાબી કાર્યવાહી કરશે. આ એક ખૂબ જ ઐતિહાસિક કાર્યવાહી છે. મોટો સંદેશ છે કે ગુનેગારોનો યુગ પૂરો થઈ ગયો છે. 

ઝાંસીમાં એન્કાઉન્ટર

બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેમના બે સુરક્ષા ગાર્ડની 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના ધૂમનગંજ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અસદ આ હત્યાકાંડનું નેતૃત્વ કરી રહ્યો હતો. પોલીસ છેલ્લા દોઢ મહિનાથી તેની શોધખોળ કરી રહી હતી, પરંતુ પોલીસને ચકમો આપીને તે ફરાર થઈ ગયો હતો. આજે આખરે પોલીસને ખબર પડી કે તે ઝાંસીમાં છે, એસટીએફની ટીમે તેનો સામનો કર્યો હતો. પોલીસને માર્યાં ગયેલા અસદ અને ગુલામ પાસેથી વિદેશી બનાવટના હથિયારો પણ મળી આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch