Sun,17 November 2024,12:35 am
Print
header

ઓડિશામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની તપાસ કરવા ગયેલી CBI ટીમ પર હુમલો, ગુજરાતમાં પણ ફેલાયું છે રેકેટ

CBI ના ગુજરાતમાં પણ અનેક જગ્યાએ દરોડા 

નવી દિલ્હીઃ ગુજરાતના ત્રણ શહેરો જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને સીબીઆઈ તપાસ ચાલી રહી છે. બીજી તરફ સીબીઆઈની ટીમે ઉત્તર પ્રદેશ, ઓડિશા સહિત 14 રાજ્યોમાં રેડ કરી રહી છે. મંગળવારે ઓડિશામાં આ સંદર્ભે તપાસ કરવા ગયેલી સીબીઆઈ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.

સીબીઆઈની ટીમ ઓડિશાના ઢેકનાલમાં તપાસ કરવા ગઈ ત્યારે સ્થાનિકોએ તેમના પર હુમલો કર્યો હતો. જે બાદ લોકલ પોલીસે આવીને સીબીઆઈ ટીમને બચાવી હતી. સીબીઆઈની ટીમ બપોર સુધી પૂછપરછ કરતી રહી. દરમિયાન સ્થાનિક લોકો ભડક્યા હતા.તે પછી તેમણે ટીમ પર હુમલો કર્યો હતો.

થોડા દિવસ પહેલા 80થી વધુ લોકો સામે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇ ફરિયાદ થઈ છે. જેમાં લેપટોપ, મોબાઇલ સહિતના ઉપકરણો જપ્ત કરાયા છે. 50 ગ્રુપમાં 500 જેટલા ગુનેગારો હોવાની શક્યતા છે, તમામ ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વેપાર કરતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch