Sun,17 November 2024,8:17 pm
Print
header

બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હોસ્પિટલમાં દાખલ કરાયા

નવી દિલ્હીઃ એક વાઈરલ થયેલા વીડિયોને કારણે દેશભરમાં લોકપ્રિય બનેલા બાબા કા ઢાબાના માલિક કાન્તા પ્રસાદે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. માલવિયાનગર વિસ્તારમાં બાબા કા ઢાબાના માલિકે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે કાંતા પ્રસાદે દારૂના નશામાં ગુરુવારે રાત્રે અંદાજે 10.30 વાગે ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, કાંતા પ્રસાદની આત્મહત્યાના પ્રયત્નની માહિતી સફદરગંજ હોસ્પિટલમાંથી મળી છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે.

દિલ્હીના માલવીય નગરમાં 80 વર્ષીય વૃદ્ધ યુગલ બાબા કા ઢાબા ચલાવતું હતું, પરંતુ પ્રથમ લૉકડાઉન અને ત્યારબાદની સ્થિતિને કારણે યુગલ આર્થિક તંગીનો સામનો કરતું હતું. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં તેમનો રડતો વીડિયો વાઇરલ થયો હતો. સ્વાદ ઓફિસિયલના ગૌરવે ઉતારેલો આ યુગલનો વીડિયો દેશભરમાં વાઈરલ કર્યો હતો 'બાબા કા ઢાબા' પર લોકોની ભીડ ઉમટી પડી હતી. દેશભરમાંથી બાબાને મદદનો ધોધ વરસ્યો હતો. બાબા રાતો રાત લખપતિ બની ગયા હતા. પછી બાબાએ ગૌરવ પર પૈસાની ગડબડીનો આરોપ લગાવ્યો હતો. બાબાએ ગૌરવ પર એફઆઇઆર પણ નોધાવી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch