Thu,14 November 2024,10:58 pm
Print
header

યુપીથી બિહાર સુધી ગરમીએ મચાવ્યો હાહાકાર, બલિયામાં 57 અને બિહારમાં 44 લોકોનાં મોત

ઉત્તરપ્રદેશઃ એક તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી આકરી ગરયુપીથી બિહાર સુધી ગરમીએ હાહાકાર મચાવ્યો છે. બલિયામાં 57 અને બિહારમાં 44 લોકોના મોત થઇ ગયા છે. બંન્ને રાજ્યોમાં હીટવેવથી લોકો મોતને ભેટી રહ્યાં છે. યુપીના બલિયામાં છેલ્લા 4 દિવસમાં કુલ 57 લોકોનાં મોત થયા છે. બિહારમાં 44 લોકોનાં મોત થયા છે. એકલા પટનામાં જ 35 લોકોએ જીવ ગુમાવ્યાં છે. યુપીમાં મોતનું કારણ જાણવા માટે આરોગ્ય વિભાગની એક ટીમ લખનૌથી બલિયા પહોંચી છે.દેશના 5 રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગની ટીમ બલિયા આવી પહોંચી

બલિયાની જિલ્લા હોસ્પિટલમાં ચાર દિવસમાં 57 લોકોનાં મોત થયા હોવા છતાં બલિયાના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. જયંત કુમારે દાવો કર્યો છે કે જિલ્લામાં હીટ સ્ટ્રોકથી માત્ર બે જ લોકોના મોત થયા છે. લખનઉથી બલિયા પહોંચેલા ડૉ. એ.કે. સિંહ અને મેડિકલ કેર ડિરેક્ટર કેએન તિવારીએ જિલ્લા હોસ્પિટલના વૉર્ડનું નિરીક્ષણ કર્યું. જો કે, વૃદ્ધ દર્દીઓના મૃત્યુંનું મુખ્ય કારણ ગરમી હોવાનું તેમણે નકારી કાઢ્યું હતું.

જે અધિકારીએ ગરમીને મૃત્યુનું કારણ ગણાવ્યું હતું તેમને દૂર કરવામાં આવ્યાં

જિલ્લા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક (સીએમએસ), ડૉ. દિવાકર સિંહને મૃત્યુંના કારણ વિશે કથિત રીતે બેદરકારીભરી ટિપ્પણી કર્યાં બાદ હટાવીને આઝમગઢ મોકલવામાં આવ્યાં હતા. તેમણે શુક્રવારે કહ્યું હતું કે ગરમીને કારણે હોસ્પિટલમાં 20 થી વધુ દર્દીઓના મોત થયા છે. તેમના સ્થાને ડૉ.એસ.કે. યાદવને નવા CMS બનાવવામાં આવ્યાં છે. સીએમઓ જયંત કુમારે જણાવ્યું હતું કે રેકોર્ડ મુજબ, 54 મૃત્યુમાંથી 40% દર્દીઓને તાવ હતો, જ્યારે 60% અન્ય રોગોથી પીડિત હતા. જિલ્લામાં હીટ સ્ટ્રોકના કારણે અત્યાર સુધીમાં માત્ર બે લોકોના મોત થયા છે. સીએમએસ યાદવે જણાવ્યું કે હોસ્પિટલ પર દબાણ વધી રહ્યું છે.અહીં દરરોજ 125-135 દર્દીઓ દાખલ થઈ રહ્યાં છે.

કેટલા લોકો ક્યારે મૃત્યું પામ્યા ?

15 જૂને 154 દર્દીઓને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાંથી 23ના મોત વિવિધ કારણોસર થયા છે. જ્યારે 16 જૂનના રોજ 20ના મોત થયા હતા. અને 11નું મૃત્યુ 17 જૂને થયું હતું. આ તમામની ઉંમર 60 વર્ષથી વધુ છે. રવિવારે પણ ત્રણ દર્દીઓના મોત થયા હતા.

અખિલેશ યાદવે નિશાન સાધ્યું

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મૃત્યુંને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, બલિયા જિલ્લા હોસ્પિટલમાં 24 કલાકમાં હીટ સ્ટ્રોકથી 36 લોકોનાં મોત કમનસીબ અને શરમજનક ઘટના છે. બલિયામાં આઠ દિવસમાં 121 દર્દીઓના મોત થયા છે. ગરીબોને હોસ્પિટલોમાં સારવાર મળતી નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર ન તો જનતાને વીજળી આપી શકવા સક્ષમ છે અને ન તો સારવાર કરાવવા માટે સક્ષમ છે.

બિહારમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે

બિહારના 22 જિલ્લાઓમાં ભારે હીટવેવ સતત લોકો મરી રહ્યાં છે. બિહારમાં પણ ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગરમીને કારણે 44 દર્દીઓનાં મોત થયા છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં પટનામાં 35 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં 9 લોકોના મોત થયા છે. બેગૂસરાઈ, સાસારામ અને નવાદામાં બે-બે લોકોના મોત થયા છે, ભોજપુર અને ઔરંગાબાદમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.હવામાન વિભાગે 19 જૂન સુધી તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. સરકારે લોકોને બપોરે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

આ રાજ્યોમાં આજે પણ ગરમીનું એલર્ટ

હવામાન વિભાગે ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢના ઘણા ભાગો અને દક્ષિણ બિહારના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. પૂર્વ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોના વિવિધ વિસ્તારોમાં હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch