Sun,17 November 2024,4:22 pm
Print
header

થરાદઃ એક પરિવાર વિખેરાયો, માતાએ ચાર પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, બે દિકરીઓને બચાવી લેવાઇ

થરાદઃ બનાસકાંઠામાં આજે સનસનીખેજ ઘટના સામે આવી છે, થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક માતાએ પોતાની ચાર પુત્રીઓ સાથે ઝંપલાવ્યું હતુ જેમાં માતા અને બે પુત્રીઓના મોત થયા છે તેમની લાશો બહાર કાઢવામાં આવી છે જ્યારે બે પુત્રીઓને બચાવી લેવામાં આવી છે. વાવના ચોથાનેસડા ગામના દિવાળીબેન પરમારે આ પગલું ભર્યું છે જેમાં દિવાળીબેન અને તેમની બે પુત્રીઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. મૃતક બે પુત્રીઓની ઉંમર ઘણી નાની છે.

સામૂહિક આત્મહત્યાની આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો, સ્થાનિક લોકો પણ કેનાલ પાસે ભેગા થઇ ગયા હતા. હજુ સુધી જાણી શકાયું નથી કે આ પરિવારે કેમ આ પગલું ભર્યું છે આર્થિક કટોકટી કે પછી ઘરકંકાસને કારણે આવું કર્યું હોય શકે છે પોલીસે મૃતકોના આસપાસના લોકો અને નજીકના સંબંધીઓની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે એક સાથે ત્રણ લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે અગાઉ પણ આ કેનાલમાં આત્મહત્યાના અનેક બનાવો બની ચુક્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch