Mon,18 November 2024,8:23 am
Print
header

બનાસકાંઠાની શાળામાં કોરોનાનો રાફડો ફાટયો, જાણો કેટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવ્યાંં પોઝિટિવ

કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરાઈ

બનાસકાંઠાઃ જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યાં હતા. જો કે પાછું ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.

હાલ શાળાઓ ખૂલી ગઈ છે. બનાસકાંઠાના ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 2 શિક્ષકો અને 9 વિદ્યાર્થીઓ સહિત 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. શાળાઓ ખુલતાની સાથે જ કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરાઈ છે. શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ આવતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. હવે પછી વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા કે નહિ તે અંગે મૂંઝવણમાં મૂકાયા છે. 

રાજ્યભરમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા છે. શાળામાં વિદ્યાર્થીઓનો ઓફલાઈન અભ્યાસ શરૂ થયો છે. વાલીના સંમતિપત્ર સાથે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરાયા છે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકોએ માસ્ક પહેરવું, નિયમો પાળવા ફરજિયાત છે. ધોરણ 10 અને 12ની સાથે યુજી-પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ ધોરણ 9 અને 11 તેમજ કોલેજના પ્રથમ વર્ષના વર્ગો સફળતાપૂર્વક ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા સરકારે મંજૂરી આપી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch