Sun,17 November 2024,4:19 pm
Print
header

ACB એ ભ્રષ્ટ અધિકારીને પહેલી વખત અપાવી આવી સજા અને ફટકાર્યો મોટો દંડ

અપ્રમાણસર મિલકતના કેસમાં નિવૃત ઇજનેરને ચાર વર્ષની સાદી કેદ અને રુપિયા 65 લાખનો દંડ 

વર્ષ 2004માં બનાસકાઠાં એસીબીએ ગુનો નોંધ્યો હતો

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 ની કલમ-13 (1)(ઇ) તથા 13 (2) મુજબ ગુનો નોંધાયો હતો

બનાસકાંઠાઃ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો( એસીબી) ના ઇતિહાસમાં અપ્રમાણસર મિલકત વસાવવાના કેસમાં ડીસા કોર્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો અપાયો છે. સિંચાઇ વિભાગના મદદનીશ ઇજનેરને પુરાવાને આધારે ચાર વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 65 લાખનો દંડ કર્યો છે. લાખો રૂપિયાના દંડની સજા થઇ હોય તેવી આ પ્રથમ ઘટના છે.

બનાવની વિગતો એવી છે કે ડીસા સિંચાઇ વિભાગના મદદનીશ ઇજનેર રામજી પટેલ સામે વર્ષ 2004 માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 ની કલમ-13 (1)(ઇ) તથા 13 (2) મુજબની ફરિયાદ દાખલ થઇ હતી. તેઓની ફરજના 1993 થી 2003ના વર્ષના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર કરીને અપ્રમાણસર મિલકતો વસાવવામાં આવી હોવાના પુરાવા હતા. જે ગુનાની તપાસના અંતે આરોપીએ પોતાની ફરજના સમયગાળા દરમિયાન પોતાની આવક કરતા વધુ પ્રમાણમાં મિલકતો વસાવી હતી રૂ.33 લાખ 90 હજારની 76.28% જેટલી અપ્રમાણસર મિલકતો વસાવેલી હોવાથી તેની વિરૂધ્ધમાં ચાર્જશીટ કરાઇ હતી.  પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. એ નામદાર કોર્ટમાં મોકલી આપતા જે ગુનાની નામદાર કોર્ટમાં ન્યાયીક કાર્યવાહી દરમિયાન તપાસ કરતા અધિકારી દ્વારા રજૂ થયેલ મૌખિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલની ધારદાર દલીલોને આઘારે ચુકાદો આપવામા આવ્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો તેને વધુ છ માસની સાદી જેલની સજાની જોગવાઇનો હુકમ પણ કરાયો છે. ત્યારે આ ચૂકાદા બાદ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch