Sun,17 November 2024,4:19 pm
Print
header

સાવધાન.. ત્રીજી લહેરના સંકેતો હવે આવવા લાગ્યા, બનાસકાંઠાના થરાદમાં કોરોનાના 20 કેસ આવતા ખળભળાટ

બનાસકાંઠાના થરાદમાં શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોના પોઝિટિવના 20 કેસ મળી આવતા ખળભળાટ

કૃષિ યુનિર્વસિટી, મોડલ સ્કૂલ અને આદર્શ નિવાસી શાળામાં કેસ મળી આવ્યાં

શાળા અને આસપાસના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન  જાહેર કરવામાં આવ્યો, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

સક્રમિત થનારા તમામ બીએસએફના જવાનોનો, બંદોબસ્ત પરત આવ્યા બાદ ટેસ્ટીગમાં બહાર આવ્યા પોઝિટિવ કેસ

બનાસકાંઠાઃ કોરોનાની બીજી લહેરથી માંડ માંડ રાહત મળી છે જન જીવન સામાન્ય બન્યું છે ત્યારે ફરીથી કોરોનાના કેસોને લઇને ચિંતા જાગી છે. બનાસકાંઠાના થરાદમાં આવેલી ત્રણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોનાના કુલ 20 જેટલા કેસ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બહારથી બંદોબસ્ત પૂર્ણં કર્યા બાદ પરત આવેલા બોર્ડર સિક્યોરીટી બોર્ડના જવાનોમાં આ કેસ મળી આવ્યાં છે.થરાદમાં આવેલી કૃષિ યુનિવર્સિટી, મોડલ સ્કૂલ અને આદર્શ નિવાસી શાળામાં આ કેસ મળી આવ્યાં છે. આ અનુસંધાનમાં મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરીને સમગ્ર વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો છે. 

બોર્ડર સિક્યોરીટી ફોર્સના જવાનો અન્ય રાજ્યમાંથી પાલનપુર ટ્રેનમાં પરત આવ્યાં હતા તેમને થરાદ ખાતેની કૃષિ યુનિર્વસિટી, મોડલ સ્કૂલ અને આદર્શ નિવાસી શાળામાં ઉતારો આપવામાં આવ્યો હતો. દરમિયાન તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવતા આરોગ્ય તંત્રમાં ખળખળાટ મચી ગઇ હતી, કુલ 20 જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. તેમની સાથે રહેલા 405 જેટલા જવાનોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. સંક્રિમત થનાર જવાનોના સંપર્કમાં આવનારા લોકો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે જે રીતે ચોંકાવનારો આંકડો આવ્યો છે. તે જોતા હવે લોકોને વધુ સતર્ક થવાની જરૂર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch